ઋતુવાર પાક પસંદગી આધારે વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવેલ ભલામણ મુજબ ખાતરનો જથ્થો સમયસર મળી રહે તે માટે ખેડૂતો I-ખેડૂતપોર્ટલ થકી “ખાતર અધિકાર પત્ર” મેળવી શકશે. જેનો લાભ લેવા નીચે મુજબ પગલા લેવા આવશ્યક છે.
- I-ખેડૂતપોર્ટલમાં નોંધણી કરાવેલ ખેડૂત ખાતેદારે ઋતુવાર પાકની નોંધણી, ખાતરની પસંદગી અને ખાતર મેળવવા માટે ઉપલબ્ધ યાદીમાંથી ડીલરની પસંદગી કરવાની રહેશે.
- પાક આયોજન પ્રમાણે વૈજ્ઞાનિક ભલામણોના આધારે ખાતરની જરુરિયાત અને ડીલરના નામ સાથેનું “ખાતર અધિકારપત્ર” મેળવી પસંદગી કરેલ ડીલર પાસે જઇ ખાતર મેળવી શકશે. ખાતરના ડીલરે ‘“ખાતર અધિકારપત્ર’ ધરાવતા ખેડૂતોને અગ્રતાનાં ધોરણે ખાતર અધિકાર પત્રમાં દર્શાવેલ ખાતરનો જથ્થો પૂરો પાડવાનો રહેશે.
No comments:
Post a Comment