ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 27 October 2015

મુર્ગા પાલન ,પશુપાલન વગેરેમાં આજકાલ ધ્યાનમાં રાખવા જેવી થોડી વાતો

મુર્ગા પાલન, બકરી પાલન

દૂધળા પશુઓને લીલો ઘાસચારો તથા સંતુલિત આહારની સાથે સાથે સાફ તથા તાજું પાણી દિવસમાં બે વાર આપો. પશુઓને સ્વચ્છ તથા સૂકા હવા ઉજાસવાળા સ્થાનમા બાંધો.

પશુ રાખવાની જગ્યાને નિયમિત સફાય કરો, 1 લિટર પાણીમાં 5 મિલી ફિનાયલ ભેળવીને ફર્શની સફાઈ કરો.પશુઓ ને કૃમિનાશક દવા પીવડાવો.મુર્ગીઓને રાણીખેત નામની બીમારીથી બચાવવા રસી મૂકવો. મુર્ગા તથા મુર્ગીઓને મિનરલ મિક્ષ્ચર અને સાફ તથા તાજું પાણી આપો.બકરીઓને લીલો ઘાસ ચારો, સ્વચ્છ પાણી તથા સૂકી જગ્યામાં બાંધો તથા પરજીવીથી બચાવવાનો ઉપાય કરો.હાલના સમયમાં પશુઓને છાયાવાળા સૂકા સ્થળ પર રાખો. સ્વચ્છ તથા તાજું પાણી આપી સંતુલિત આહાર આપવો.ગાય તથા ભેસના નવજાત બચ્ચાને જન્મથી એક કલાક સુધીમાં માતાનું દૂધ આવશ્ય પાવું.પશુઓમાં થનૈલા રોગ હોવાની સંભાવના હોય શકે છે જેથી થનૈલા રોગ થયો હોય તો સોજો આવેલ જગ્યા પર બરફ ઘસો તથા સ્તનનું બધુ દૂધ કાઢી મલમ લગાવો તથા પશુ ચિકિત્સક ની સલાહ લો.બ્રિડર બચ્ચા તથા મુર્ગીઓને બીમારીથી બચાવવા માટે મુર્ગીને બેસવા આસન બનાવો તથા તેને સમય સમય પર બદલતા રહો. સાથે સાથે ઈંડા ઉત્પાદન હેતુ પ્રકાશનો સમયગાળો વધારો

No comments:

Post a Comment