ખેડૂતમિત્રો આજે આપણે જાણીશું અન્ય શિયાળુ પાકોની જમીનની તૈયારી વિષે.
1.ઘઉંની વાવણી માટે ચોમાસુ પાક પૂરો થયે જમીનને સખત થતી અટકાવવા હળથી ખેડ કરી, આગલા પાકના જડિયા-મૂળિયાં વીણી ખેતર સાફ કરવું. આમ કરવાથી ઊધઈનો ઉપદ્રવ પણ ઘટશે. ત્યારબાદ રાંપ મારી જમીન સમતલ કરવી. ખેડમાં વિલંબ કરવો નહીં તેમજ જમીનને ટ્રેક્ટર વડે વારંવાર ખેડવી નહીં, આમ કરવાથી જમીનનું નીચલું પડ સખત થશે જેનાથી નિતારશક્તિ અને મૂળનો વિકાસ અટકશે. જમીનની તૈયારીમાં લગભગ 1500 Rs / એકર સુધી બચાવવા માટે શૂન્ય-ટીલેજ વિધિ અપનાવવી, જેમાં બીજ-કમ-ફર્ટિ ડ્રિલ મશીનથી કાળી કે ભારે કાળી જમીનમાં પૂરતા ભેજે સીધી વાવણી કરવી.
2.બટાટાના સારા ઉત્પાદન માટે જમીન ની તૈયારી વખતે 100-120 ક્વિન્ટલ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર પ્રતિ એકર મુજબ જમીન માં ભેળવવું. જમીન ની તૈયારી માટે જમીન ઊથલપાથલ કરી 20 થી 25 સેમી ઊંડી ખેડ કરવી. ત્યારબાદ 2-3 કરબ વડે ખેડ કરી 4-5 વાર દેશી હળ વડે ખેડ કરવી. જમીન ની પરત ચીકણી અને સારી રીતે સમતલ કરવા માટે 1-2 વાર સમાર મારવી. વાવણી વખતે જમીન માં પૂરતો ભેજ હોવો જરૂરી છે.રાયડામાં જમીન ની તૈયારી માટે ૧ વાર ઊંડી ખેડ કરવી અને પછી ૩ થી ૪ વાર કરબ વડે ખેડ કરવી. આના પછી સમાર મારી જમીન સમતલ કરવી.
3.ઇસબગુલ એ શિયાળુ પિયત પાક છે. તે રેતાળ અને ગોરાડું જમીનમાં સારો થાય છે. તે જમીનની નિતારશક્તિ ઓછી હોય તે જમીનમાં આ પાક સારી રીતે થતો નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન માફક આવે છે. તેની વાવણી 20 નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવે છે. ડિસેમ્બર ના પહેલા અઠવાડીયામાં વાવણી માટેનો ઉત્તમ સમય ગણવામાં આવે છે. વાવણી મોડી કરીયે તો શિયાળામાં વિકાસ માટે નો સમયગાળો ઓછો મળે છે અને એપ્રિલ મે મહિનાના કમોસમી વરસાદ માં બીજ ખરી પડવાની શક્યતા વધે છે અને ઉત્પાદન માં ઘટાડો થાય છે. જમીનને હળ અને કરબ વડે ખેડી પોચી અને ભરભરી બનાવવી ત્યારબાદ 4 X 3 મીટર થી 8 X 3 મીટર માપ ના સમતલ ક્યારા બનાવવા.
4.ચણા માટે સારા નિતારવાળી જમીન ઉપયુક્ત છે. જમીનની તૈયારી માટે જમીનની તૈયારી માટે 1 વાર ઊંડી ખેડ કરી પછી 1 થી 2 બાર કરબ વડે ખેડ કરવી. ત્યારબાદ સમાર મારી જમીન સમતલ કરવી.લસણનો પાક છીછરા મૂળવાળો હોવાથી તેને ઉંડી ખેડની જરૂર નથી,૧ થી ૨ કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરવી. વાવણી માટે ૨ થી ૨.૫ મીટર પહોળા અને ૧૫ થી ૨૦ મીટર લાંબા ક્યારા બનાવવા. કૃમિ અને જમીન જન્ય ફૂગને અટકાવવા માટે લીમડાનો ખોળ 200 કિલો / હે મુજબ આપવો. જમીનમાં 8-10 ટન કોહવાયેલું છાણિયું ખાતર/એકર પ્રમાણે ફેરરોપણી પહેલા આપવું. ગઠવા કૃમિ નિયંત્રણ માટે કાર્બોફૂરાન 3G @12કિલો/એકર પ્રમાણે આપવું. શક્ય હોય તો જૂનના છેલ્લા અઠવાડીયા અથવા જુલાઇના પ્રથમ અઠવાડિયામાં શણ જેવા પાકનો લીલો પડવાશ કરવો.
No comments:
Post a Comment