ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 8 October 2015

શેરડીમાં હેકટર દીઠ 105 ટનનું ઉત્પાદન મેળવ્યું


સુરત જિલ્લાના ઉંભેળ ગામના મનહરભાઈ વર્ષોથી શેરડીની ખેતી કરી રહ્યા છે. તેમણે શેરડીના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરના ઉપયોગ કરતાં દેશી ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદન મેળવવામાં સફળતા મેળવી છે.

આ અંગે મનહરભાઈનું કહેવું છે કે જમીન તૈયાર કરતી વખતે ભરભરી જમીન બનાવી. તેમાં સો મેટ્રિક ટન કોહવાયેલું છાણિયું ખાતર મિશ્ર કર્યું. જૂલાઈ મહિનામાં શણ-ઇક્કડનો લીલો પડવાશ કર્યા બાદ સપ્ટેમ્બરમાં લીલા પડવાશને જમીનમાં ભેળવી દીધો. ઑક્ટોબરમાં શેરડીનું જોડિયા હાર પદ્ધતિથી વાવેતર કર્યું અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પિયત આપ્યું.

એક મહિના બાદ નવેમ્બરમાં હેકટરદીઠ 20 મેટ્રિક ટન દિવેલી ખોળ તેમજ 600 કિલોગ્રામ લીમડા ખોળ અને 2 મેટ્રિક ટન સુગર ફેકટરી દ્વારા તૈયાર કરેલ બાયો કંપોઝ આપ્યું.

શેરડી રોપણી બાદ ત્રીજા મહિને ડિસેમ્બરમાં સેન્દ્રીય ખાતર મુજબ + 2 ટન વર્મી કંપોસ્ટ હેકટરે આપ્યું. રોપણી બાદ ચાર થી પાંચ માસ બાદ શેરડી પાકમાં પાળા ચઢાવી 10 કિલોગ્રામ ફોસ્ફેટ કલ્ચર નાંખી ડાંગરના સૂકા પરાળથી શેરડીના બે ચાસ મલ્ચિંગ કર્યું. પ્રથમ શેરડીનો પાક લીધો અને શરેડીનું હેકટર દીઠ 105 ટન ઉત્પાદન લીધું.

મનહરભાઈના ફાર્મની અંદાજે 3200 થી વધુ ખેડૂત મિત્રો, સરકારી અધિકારીઓ, કૃષિ મંત્રીઓ, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો મુલાકાત લઈ આવ્યા છે. વધુ માહિતી માટે તમે મનહરભાઈનો સીધો સંપર્ક મોબાઇલ નંબર 9909593924સવારે 10 થી 1 માં કરી શકો છો.

No comments:

Post a Comment