ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday 1 October 2015

જીવાતો તેમજ વિવિધ રોગના નિયંત્રણ માટે ના ઉપાયો

મિલિબગ કે ચિક્ટો
બોગનવેલ, અરડૂસી અને લીમડાનાં પાન, તમાકુ નો ભૂકો, થોરના ટુકડા - ઉપરોકત તમામ વનસ્પતિ એક-એક કિલો લઈને સમારવી. તેમાં 10 લિટર પાણી ઉમેરી ઉકાળવું. ઉકાળેલું આ દ્રાવણ ઠંડું પડયે એક પંપમાં 150 મિલી દ્રાવણ અને બે ચમચી ડીટર્જંન્ટ પાવડર ઉમેરી પાંચ-પાંચ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી અસરકારક પરિણામ મળે છે.

10 લિટર પાણીમાં 50 થી 75 મિલી લીંબુનો રસ નાખી છંટકાવ કરવો. ખટાશથી જીવાતની દેહ-ધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા થાય છે.

મીલીબગના ઉપદ્રવ સમયે 10 લિટર પાણીમાં 100 ગ્રામ લીંબુનો રસ, 10 ગ્રામ ખાવાનો ચૂનો, 250 ગ્રામ ગોળનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
બદામી ચૂસિયા
એક એકરમાં 10 કિલો શણને ઘંટીમાં દળાવીને લોટનો ખેતરમાં પાક ઉપર છંટકાવ કરવો.

એક કિલો ઝીણી વાટેલી તમાકુ અને કપડાં ધોવાના એક સાબુને સાતથી આઠ લિટર
પાણીમાં ઉકાળવું. દ્રાવણને ઉકાળ્યા બાદ ઝીણા કપડા વડે ગાળી લઈ ખેતરમાં
છાંટવું.

પાકમાં રાત્રે મશાલ લઈ ફરવાથી ફૂંદાં તથા કિટકો આગથી આકર્ષાઇને નાશ પામે છે.

એક એકર જમીન માટે 35 કિલો લીંબોળીનો ખોળ અને 18 કિલો તમાકુના ભૂકાનો છંટકાવ કરવો.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
લીલી ઇયળ
ખેતરમાં મમરા, ચવાણા, બાજરી ના રોટલા ના ટુકડા વેરવા. તે ખાવા પક્ષીઓ આવશે જે ઇયળ ને પણ ખાશે.

લીમડા ના 10 કિલો પાન અને સીતાફળી ના 10 કિલો પાનને 100 લિટર પાણીની ટાંકી માં પાંચ દિવસ સુધી મૂકી રાખવા. છ્ઠ્ઠા દિવસે આ પાણી હલાવીને કપડા થી ગાળી લેવું. કોહવડાવેલું આ પાણી એક પંપમાં (15 લિટર) દોઢ લિટર નાખીને 10 દિવસ ના અંતરે 2-3 વાર છંટકાવ કરવો.

લીલી ઇયળ ના નિયંત્રણ માટે 15 લિટર પાણીમાં 300 મિલી થોર નું દૂધ મિશ્ર કરી છંટકાવ કરવો.

ઇયળ નિયંત્રણ માટે ખાટી આંબલીનાં એક કિલો પાન અને મહુડાની બે કિલો છાલ લઈ બંને મિશ્ર કરી ઝીણી ઝીણી ખાંડી નાખવી. આ મિશ્રણને 15 લિટર પાણીમાં ભેળવી 8 થી 10 દિવસ ના અંતરે છંટકાવ કરવો.

ચાર થી પાંચ ફૂટ લાંબી આકડાની પાન સહિતની આશરે આઠ થી દસ ડાળીઓ એકત્ર કરી 200 લિટર પાણી ના પીપમાં નાખવી. લાકડીથી ડાળીઓને પીપના પાણીમાં જ ઘા કરી તોડવી. 15 થી 20 મિનિટ આમ કરવાથી આકડાની ડાળી તથા પાનમાં રહેલું દૂધ પાણી સાથે ભળી જાય છે. ત્યાર બાદ આકડાની ડાળીઓ કાઢી આ દ્રાવણનો 1 એકર માં સીધો જ છંટકાવ કરવો.


ત્રણ કિલો લીમડાનાં પાનને આઠ લિટર પાણીમાં, દ્રાવણ ચોથા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યાર બાદ તેમાં 500 ગ્રામ તમાકુનો ભૂકો અને ત્રણ લિટર ગૌમુત્ર ઉમેરી અડધો કલાક હલાવવું. આ દ્રાવણને કપડા વડે ગાળી લઈને 15 લિટર સાદા પાણીમાં એક લિટર દ્રાવણ ઉમેરી છંટકાવ કરવો. આ રીતે ઇયળનું 60 થી 70% નિયંત્રણ થાય છે.

500 ગ્રામ લીમડાના બીજને 10 લીટર પાણીમાં ભેળવી આખી રાત પલાળી રાખો. ત્યારબાદ ગાળી ને 100 ગ્રામ સાબુનું દ્રાવણ ભેળવી છાંટો.

2 કિલો લીલા લીમડાના પાન અને એક કિલો નીંદામણને 10 લીટર પાણીમાં આખી રાત પલાળી રાખવું. ત્યારબાદ એને ગાળીને છંટકાવ કરવો.

1 કિલો લીમડાના ખોળ (2-5 ટકા તેલવાળું) ને 10 લીટર પાણીમાં ભેળવીને આખી રાત પલાળી રાખો. ત્યારબાદ તેમાં 100 ગ્રામ સાબુનું દ્રાવણ ભેળવીને છંટકાવ કરો.

300 મિલી લીમડાના તેલને 10 લીટર પાણીમાં ભેળવી દ્રાવણ બનાવું. ત્યારબાદ આ દ્રાવણમાં 100 ગ્રામ સાબુનું દ્રાવણ ભેળવી છંટકાવ કરવો.

1 કિલો લીલા લીમડાના પાન અને એક લીટર ગૌમૂત્ર (24 કલાક જૂનો) ને 10 લીટર પાણીમાં ભેળવી આખી રાત રાખો. ત્યારબાદ ગાળીને છંટકાવ કરવો.

150 ગ્રામ લીંબુનો રસ અને 150 ગ્રામ આંબલીનો રસ 15 લિટર પાણીમાં મિશ્રણ કરી છાંટવું. જો અસર ઓછી જણાય તો બીજી વખત ત્રણ દિવસ પછી છાંટવું.

દવાનો ખર્ચ ઘટાડવા પક્ષીઓ માટે 8-10 T આકારની રચનાવાળા સ્ટેન્ડ ગોઠવવાથી લીલી ઇયળનું કુદરતી રીતે નિયંત્રણ કરી શકાય છે.

15 લિટરના પંપમાં 200 ગ્રામ પ્રમાણે તુલસીનો રસ ઉમેરીને છોડ ઉપર 15 દિવસના અંતરે એમ બેથી ત્રણ વખત છંટકાવ કરવાથી પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ ઓછો થાય છે.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
મોલોમશી
મોલોમશી આવવાની શરૂઆત થાય ત્યારે પાક ઉપર રાખનો 4 દિવસ સુધી સતત છંટકાવ કરવો.

મોલોમશીના નિયંત્રણ માટે રાખને કેરોસીન નો પટ આપી બનેલ મિશ્રણનો પાક ઉપર સવારે છંટકાવ કરવો.

50 ગ્રામ લીમડાનાં પાનનો રસ અને 50 ગ્રામ અરણીનાં પાનનો રસ ગાળીને 20 લિટર પાણીમાં મિશ્ર કરીને સાત દિવસે બે વાર છંટકાવ કરવો.

મોલોમશી ના નિયંત્રણ માટે ગૌમૂત્ર @700મિલી / 15લિટર પાણી પ્રમાણે 7 દિવસ ના અંતરે છંટકાવ કરતાં રહેવું.

મોલોમશી દેખાય કે તરત જ સીતાફળીનાં પાન ત્રણથી ચાર કિલો લઈ 10 લિટર પાણીમાં દ્રાવણ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવું. આ દ્રાવણ ને 15 લિટર પાણીમાં મિશ્ર કરી ચાર દિવસ ના અંતરે બે વાર છાંટવું.

ચાર થી પાંચ ફૂટ લાંબી આકડાની પાન સહિતની આશરે આઠ થી દસ ડાળીઓ એકત્ર કરી 200 લિટર પાણી ના પીપમાં નાખવી. લાકડીથી ડાળીઓને પીપના પાણીમાં જ ઘા કરી તોડવી. 15 થી 20 મિનિટ આમ કરવાથી આકડાની ડાળી તથા પાનમાં રહેલું દૂધ પાણી સાથે ભળી જાય છે. ત્યાર બાદ આકડાની ડાળીઓ કાઢી આ દ્રાવણનો 1 એકર માં સીધો જ છંટકાવ કરવો.

પાણીના વહન માટે જે નીક હોય છે, તેમાં આકડાની ડાળીઓ મૂકવાથી મોલોનું નિયંત્રણ 70 થી 80 ટકા થઈ જાય છે. આકડાની આ ડાળીઓ માંથી દૂધ પાણી સાથે ખેતરમાં જાય છે, જેથી મોલોમશીનું નિયંત્રણ થાય છે.

રતનજોતનાં ત્રણ કિલો પાનને 20 લિટર પાણીમાં ઉમેરી દ્રાવણ પાંચ લિટર રહે ત્યાં સુધી ઉકાળવું. આ દ્રાવણને 15 લિટર પંપમાં 100 થી 150 મિલી પ્રમાણે છંટકાવ કરવાથી મોલોનું નિયંત્રણ થાય છે.

મોલામશીના નિયંત્રણ માટે ખેતરના શેઢે સાંજના સમયે લીમડાનાં પાન લાવી ચાર-પાંચ જગ્યાએ સળગાવવા. ઘુમાડાના કારણે જીવાત ખેતરમાંથી જતી રહે છે અને પાકનો બચાવ થાય છે. સતત પાંચ દિવસ સુધી આ મુજબ દરરોજ ઘુમાડો કરવાથી મોલોમશીનું નિયંત્રણ થાય છે.

લીમડાની લીંબોળીઓ એકત્ર કરવી. જ્યારે ખેતરોમાં ચુસિયા જીવાત જણાય એટલે આ લીંબોળીને તડકે સૂકવી પથ્થરની હાથઘંટીમાં ભરડી નાખવી. ભૂકો તૈયાર કરીને 10 લિટર પાણીમાં ઉકાળવો. આ ગરમ પાણીને ચૂલા ઉપરથી નીચે ઉતારી તેમાં લીંબોળીનો 500 ગ્રામ ભૂકો નાખી તેને હલાવી હવાચુસ્ત બંધ કરી દ્રાવણ ઠંડું પડે એટલે કપડા વડે ગાળી 15 લિટર પાણીમાં 300 થી 350 મિલીગ્રામ પ્રમાણે છંટકાવ કરવો.

હજારીગલનાં ફૂલ 500 ગ્રામ જેટલાં લઈ છ લિટર પાણીમાં દ્રાવણ અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. ઠંડું પડયા બાદ 12 થી 15 લિટર પાણીમાં એક લિટર દ્રાવણ ઉમેરી છંટકાવ કરવો. બીજો છંટકાવ ચોથા દિવસે કરવો. જીવાત ની શરૂઆત થતાં જ આ દ્રાવણનો છંટકાવ કરવામાં આવે તો સારું પરિણામ મળે છે, કારણ કે તેની અસર ત્રણ દિવસ સુધી રહે છે.

બિયારણ ને વાવતાં પહેલા અરણી વાટી તેમાં પાણી નાખી બીજને અડધો કલાક ભીંજવી વાવેતર કરવું.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
ફળ ખાનાર ઇયળ
મકોડા દ્વારા ઇયળ નિયંત્રણ માટે ફળ બેસવાની શરૂઆત પછી 50 કિલો શેરડીના રસ કાઢેલ કુચા માંડવા ઉપર મૂકવા.

ફળ ખાનાર ઇયળનો ઉપદ્રવ ઘટાડવા, પાક ની 14 હાર પછી 1 હાર હજારીગલ વાવો. પાક કરતાં ગલગોટા 15 દિવસ મોટા હોવા જોઈએ. ફૂદા ફૂલ પર આકર્ષાઈ ઈંડા મૂકશે. આ ઈંડા નો ફૂલ સાથે નાશ કરવો અથવા બજાર માં વેચી દેવા.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
ફળમાખી
ફળમાખીનો ઉપદ્રવ ઘટાડવા આંબાવાડીયામાં ચારે તરફ શ્યામ તુલસીનું વાવેતર કરવું. તેના પાનમાં આવેલ મિથાઇલ યુજીનોલ નરમાખીને આકર્ષે છે. તેની પર દવા છાંટી તેનો નાશ કરવો.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
સફેદમાખી
સફેદ માખી ના નિયંત્રણ માટે 2 લિટર ગૌમુત્ર + 2 લિટર ખાટી છાસ / 15 લિટર પાણી પ્રમાણે ભેળવી 8 થી 10 દિવસ ના અંતરે બે વાર છાંટો.

સફેદમાખીના નિયંત્રણ માટે બે કિલો ગોળ અને 3 થી 3.5 લિટર પાણી ઉમેરી દ્રાવણ તૈયાર કરી ગાળી લેવું. ત્યાર બાદ 15 લિટરના પંપમાં એક લિટર તૈયાર કરેલું દ્રાવણ અને બાકીનું પાણી ઉમેરી છંટકાવ કરવો. આમ કરવાથી જીવાત પાકના બદલે ગોળને ખાવાનું ચાલુ કરશે. તેનાથી પાક બચી જાય છે. આ પદ્ધતિ મુજબ પાકમાં પાંચ થી છ વખત છંટકાવ કરવો.

સફેદમાખી નિયંત્રણ માટે 10 ગ્રામ હિંગની પોટલી પાણીની નિકમાં મૂકવી. તે પાણી થી ખેતર માં ફેલાશે અને તેની વાસ થી સફેદમાખી ઓછી આવશે.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
શીંગ ખાનાર ઇયળ
15 લિટર પાણીમાં 100 ગ્રામ લીંબુનાં ફૂલને ઓગાળી એક અઠવાડિયાના અંતરે બે વખત છંટકાવ કરવા.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
ગાભમારા ની ઇયળ
1 એકરમાં 4 કિલો જેટલી સાદી છીંકણીનો ધાન્ય પાક ઉપર છંટકાવ કરવો.

બે કિલો કરેણનાં (Nerium spp.) પાંદડાં લાવી તેને કૂટીને પાંચ લિટર પાણીમાં નાખીને બરાબર મિશ્ર કરી ગાળી આ દ્રાવણ પંદર દિવસના અંતરે છાંટવું.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
તીડ
તીડ નિયંત્રણ માટે 1 થી 1.5 કિલો ડુંગળી છોલી તેનો છૂંદી રસ કાઢવો. રસને 15 લિટર પાણીમાં ભેળવી છાંટવું.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
સફેદ ઘૈણ, ડોળ, ઊધઈ અને અન્ય જમીનજન્ય જીવાતો
એક કોથળીમાં આશરે 40 કિ.ગ્રા. જેટલી ડુંગળી લઈ તેને લાકડાના ધોકા વડે છૂંદવી. આમ છુંદેલી ડુંગળી કોથળા સાથે પિયત આપતી વખતે પાણી ના ઢાળિયા માં મૂકવી. લગભગ 20 કિ.ગ્રા. નો કોથળો એક એકરના ખેતર માટે પૂરતો હોય છે.

પાણીના વહન માટે જે નીક હોય છે, તેમાં આકડાની ડાળીઓ મૂકવાથી ઊધઈનું નિયંત્રણ 70 થી 80 ટકા થઈ જાય છે. આકડાની આ ડાળીઓ માંથી દૂધ પાણી સાથે ખેતરમાં જાય છે, જેથી ઊધઈનું નિયંત્રણ થાય છે.

બે કિલો તમાકુ અને બે કિલો એરંડિયાનો ખોળ સાથે મિશ્ર કરીને વાવણી કરતાં પહેલા ખેતરમાં નાખવાથી ઊધઈ લાગતી નથી અને ઉત્પાદન સારું આવે છે.

કાતરાનો ઉપદ્રવ દેખાય ત્યારે ખેતરમાં અરણીનાં પાન અને થોરનાં પાન છૂટાંછવાયા નાખવા કાતરા આ પાન ખાઈને મરી જાય છે.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ

No comments:

Post a Comment