ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday 1 October 2015

વિવિધ રોગો અને તેમના નિયંત્રણ....

કાળિયો
જીરું વાવવા માટે સામાન્ય પદ્ધતિ મુજબ જ ક્યારા કરી તેમાં જીરું પૂંખવુ. ત્યાર બાદ આ ક્યારાઓમાં હળવું દંતાળ ચલાવવુ. જેથી ક્યારામાં નાના નાના પાળા બને છે. જીરાનાં બીજ પાળા પર ઊગે છે. દંતાળ ચલાવતાં ધ્યાન એ રાખવાનું કે ખેતરમાં કરેલા મુખ્ય પાળા તૂટી ન જાય. આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે બીજ જમીનમાં (પાળામાં) ભળતું હોવાથી ઉગાવો સારો મળે છે. વળી જીરાના છોડ પાળા ઉપર જ હોવાથી પિયતનું પાણી છોડના (થડના) સીધા સંસર્ગમાં આવતું નથી. તેથી ઝાકળ પડવા છતાં છોડ પાસેની જમીન સૂકી હોવાથી કાળિયો રોગ આવતો નથી. વળી આ પદ્ધતિથી છોડમાં મૂળના સડાનો રોગ પણ આવતો નથી.

કાળિયો રોગ લાગુ પડવાની શરૂઆત થાય ત્યારે 500 ગ્રામ લીમડાનાં પાન અને 500 ગ્રામ સીતાફળીનાં પાનને પાંચ લિટર પાણીમાં નાખી ચોથા ભાગનું થાય ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ 500 ગ્રામ દ્રાવણ / 15 લિટર પાણી મુજબ ભેળવી 4 દિવસ ના અંતરે છાંટતા રહેવું.

કાળિયા રોગના નિયંત્રણ માટે સવારમાં વહેલા ઊઠીને બે માણસોએ સામસામે સુતરાઉ ચાદર પકડી ચાલતાં ચાલતાં ઝાકળ દૂર કરવી.

જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અને સવારના સમયે ઝાકળ છોડ પર ઝિલાયેલી હોય ત્યારે રેતી લઈ છોડ ઉપર પૂંખવી. આ રીતે ખેતરમાં રેતીને પૂંખવવાથી છોડ પર રહેલી ઝાકળ નીચે ખરી જશે. ઉપરાંત ઝાકળ રેતી ચૂસી લેશે, જેથી બે દિવસ સુધી ઝાકળ પડે તો પણ ઝાકળ શોષાઈ જાય.

જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અને સવારના સમયે ઝાકળ છોડ પર ઝિલાયેલી હોય ત્યારે બાજરીનો લોટ લઈ છોડ ઉપર પૂંખવો. આ રીતે ખેતરમાં બાજરીનો લોટને પૂંખવવાથી છોડ પર રહેલી ઝાકળ નીચે ખરી જશે. ઉપરાંત ઝાકળ બાજરીનો લોટ ચૂસી લેશે, જેથી બે દિવસ સુધી ઝાકળ પડે તો પણ ઝાકળ શોષાઈ જાય.

લીમડાનાં કૂણાં પાન, કુંવારપાઠું અને આકડાનાં પાનને સરખા પ્રમાણમાં લઈ ગ્રાઇન્ડરમાં પીસીને રસ એકત્ર કરવો. જ્યારે જીરાનો પાક 30 દિવસનો થાય ત્યારે ઉપરોકત વનસ્પતિના 500 મિલી રસમાં પાંચ ગ્રામ કપડાં ધોવાનો પાઉડર મિશ્ર કરી 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
રાતડો
રાતડાના રોગની અસર જણાય ત્યારે તેના નિયંત્રણ માટે એક એકરમાં 10 કિગ્રા ચૂનો, 100 કિલો દિવેલીનો ખોળ અને 100 કિલો મીઠું લઈ મિશ્રણ બનાવી અને ચાસમાં નાખી બે દિવસ બાદ જરૂરી ખાતર નાખવાથી રાતડા નું નિયંત્રણ થાય છે.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
ગેરૂ
મગફળીની વાવણી કરતાં પહેલા 20 કિલો મગફળીનાં બિયારણ માટે 250 ગ્રામ દળેલી હિંગનો પટ આપી વાવેતર કરવું.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
કોકડવા
પીલુડી (Salvadora persica) નાં પાનના ભૂકાને શાકભાજી ના પાકમાં ચાસની વચ્ચેની જગ્યામાં નાખવાથી પાક તંદુરસ્ત રહે છે, કોકડવાની અસર ઓછી થાય છે. ધાન્ય વર્ગના પાક ઉગાડવાના હોય ત્યારે છાણિયા ખાતરની સાથે આ ભૂકાનો વપરાશ કરવાથી ફાયદો થાય છે.

પાનના કોકડવાના જૈવિક નિયંત્રણ માટે, 5 gm હિંગ + 500 gm બાજરાના લોટ ની પોટલી બનાવી પાણીના ઢાળિયામાં 2-3 વાર રાખવી.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
પાનનો કરમોડી
એક એકરના ધરુવાડિયામાં જમીન ઉપર 4 કિલો રાખ અને મીઠાનું સપ્રમાણ મિશ્રણ છાંટવુ.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
સુકારો
20 મિલી થોરના દૂધને એક લિટર પાણીમાં મિશ્ર કરી આ દ્રાવણમાં બીજને ચાર-છ કલાક ભીંજવી રાખવા. ત્યાર બાદ આ બીજનું વાવેતર કરવું.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ

No comments:

Post a Comment