ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 1 October 2015

દેશી ખાતર


છોડ ઊગી નીકળે ત્યારે છોડની નજીક દંતાળી ચલાવીને મરઘાની કોહવડાવેલી ચરક 90 કિલો/એકર મુજબ જમીન માં ભેળવી દેવાથી 25% સુધીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
વૃદ્ધિકારક
1. સંજીવક

100 કિ.ગ્રા. ગાયનું છાણ, 100 લીટર ગૌમૂત્ર, 500 ગ્રામ ગોળને 500 લીટર ક્ષમતાવાળા (બંધ મોંઢાવાળા) ડ્રમમાં 300 લીટર પાણી સાથે મિશ્ર કરો અને તેને 10 દિવસ સુધી સડવા દો. ત્યારબાદ તેમાં 20 ગણું પાણી ઉમેરીને એક એકર જમીન પર છંટકાવ કરવો અથવા પિયત પાણી સાથે આપવું.

2. જીવામૃત

10 કિ.ગ્રા. ગાયનું તાજું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 2 કિ.ગ્રા. ગોળ, 2 કિ.ગ્રા. કઠોળના દાણાનો લોટ, 1 કિ.ગ્રા. જંગલની જીવંત (સજીવ) માટીને 200 લીટર પાણીમાં ભેળવીને 5 થી 7 દિવસ સડવા દો. નિયમિત પણે આ મિશ્રણને દિવસમાં ઘડિયાળના કાંટાની દિશામાં બે થી ત્રણ વાર હલાવતા રહેવું. એક એકર વિસ્તારમાં પિયતના પાણી સાથે ખેતરમાં આપવું.

3. અમૃતપાણી

10 કિ.ગ્રા. ગાયના તાજા છાણમાં 500 ગ્રામ મધ સારી પેઠે મિશ્ર કરવું. જેમાં 250 ગ્રામ દેશી ગાયનું ઘી ઉમેરવું અને વધારે ઝડપ સાથે તેને મિશ્ર કરવું. તેમાં 200 લીટર પાણી ઉમેરવું. વાવણી પહેલાં આ મિશ્રણને એક એકર વિસ્તારમાં જમીન પર છાંટવું અથવા પિયત પાણી સાથે આપવું. એક મહિના બાદ પિયત પાણી સાથે ફરીથી પાકને અમૃતપાણી બીજી વખત આપવું.

4. પંચગવ્ય

5 કિ.ગ્રા. ગાયનું તાજુ છાણ, 3 લીટર ગૌમૂત્ર, 2 લીટર ગાયનું દૂધ, 2 લીટર છાશ અને 1 કિ.ગ્રા. દેશી ગાયનું ઘી બરાબર મિશ્ર કરી 7 દિવસ સડવા દેવું. દિવસમાં દરરોજ બે વખત હલાવવું. આ તૈયાર થયેલ 3 લીટર પંચગવ્યમાં 100 લીટર પાણી ઉમેરીને જમીન ઉપર છંટકાવ કરવો. 20 લીટર પંચગવ્ય એક એકર વિસ્તાર જમીનમાં પાણી સાથે આપવા માટે પર્યાપ્ત છે.

5. સમૃધ્ધ પંચગવ્ય (દશગવ્ય)

સામગ્રી: 5 કિ.ગ્રા. ગાયનું તાજુ છાણ, 3 લીટર ગૌમૂત્ર, 2 લીટર દેશી ગાયનું દૂધ, 2 લીટર છાશ, 1 લીટર દેશી ગાયનું ઘી, 3 લીટર શેરડીનો રસ, 500 ગ્રામ ગોળ, 3 લીટર લીલા નાળિયેરનું પાણી, 12 નંગ કેળાં (2 કિ.ગ્રા.), 2 લીટર દ્રાક્ષ્ર / તાડીનો રસ.

ગાયનું છાણ અને ઘી ને એક પાત્રમાં મિશ્ર કરીને ત્રણ દિવસ સુધી સડવા દેવું. વચ્ચે વચ્ચે મિશ્રણને હલાવતા રહેવું. ચોથા દિવસે બાકીની બધી જ સામગ્રી તેમાં ઉમેરવી અને તેને 15 દિવસ સુધી સડવા દેવું અને તેને દિવસમાં બે વખત હલાવવું. આ દશગવ્ય લગભગ 18 દિવસે તૈયાર થઈ જશે. 3 થી 4 લીટર દશગવ્ય 100 લીટર પાણી સાથે ભેળવીને વાપરી શકાય. 20 લીટર દશગવ્ય એક એકર વિસ્તાર માટે પૂરતું છે. દશગવ્યનો ઉપયોગ બીજા માવજત માટે પણ કરી શકાય છે.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ

2 comments:

  1. Kicha garden organic latitude chhe navi- navi mahiti aapva vinanti.

    ReplyDelete
  2. Kicha garden organic latitude chhe navi- navi mahiti aapva vinanti.

    ReplyDelete