ગુજરાતના બાગાયત વિભાગ તરફથી ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તેના માટે અથાગ પ્રયત્નો ચાલી રહ્યાં છે. ત્યારે બાગયાત વિભાગની જુદી-જુદી યોજનાઓ અંતર્ગત સજીવ ખેતી એટલે કે સેન્દ્રીય ખેતીના અલગ-અલગ ઘટકો માટે હાલ ઑનલાઈન અરજી સ્વીકાર્ય છે. આવતીકાલે એટલે કે 11મી ઑક્ટોબના રોજ અરજી કરવાની છેલ્લી તારીખ છે.
એચઆરટી-2, એચઆરટી-3 (અનુસૂચિત જનજાતિ), એચઆરટી-4 (અનુસૂચિત જાતિ), એચઆરટી-8, એચઆરટી-9 હેઠળ આવતા ખેડૂત મિત્ર માટે સહાયના ધોરણ નીચે મુજબ છે.
ઑર્ગેનિક યુનિટ નાળિયેરી વિકાસ કાર્યક્રમ: એચઆરટી-8 હેઠળ આવતા ખેડૂત માટે. તદઉપરાંત આ યોજના ફકત અમરેલી, કચ્છ, જામનગર, નવસારી, ભાવનગર, પોરબંદર, વલસાડ, સુરત, જૂનાગઢ જિલ્લાઓ માટે જ અમલમાં છે. ઉલ્લેખનીય છે કે વર્મીકંપોસ્ટમ/કોર પીટ કંપોસ્ટ/ફાર્મ યાર્ડ મેન્યોકરના યુનિટ ઉભા કરવા માટે ખર્ચના પચાસ ટકા કે રૂ.20,000 સુધીની યુનિટના વિસ્તારના સપ્રમાણમાં સહાયસેન્દ્રીય ખેતી અપનાવવી (સર્ટિફીકેશન સાથેનો કાર્યક્રમ): ખર્ચના 40 થી 50 ટકા કે વધુમાં રૂ.10,000ની મર્યાદામાં. લાભાર્થી દીઠ ચાર હેકટરની મર્યાદામાં સહાય ઉપલબ્ધસેન્દ્રીય ઉત્પાદન પ્રમાણન (સર્ટિફીકેશન): પચાસ હેકટરના જૂથમા. જૂથ દીઠ પાંચ લાખ લેખે જેમાં પ્રથમ વર્ષે રૂ.1.50 લાખ, બીજા વર્ષેરૂ.1.50, ત્રીજા વર્ષે રૂ.2.00 લાખGAP પ્રમાણન સર્ટિફીકેશન (માળખાકીય સમાવેશ સાથે): હેકટરદીઠ ખર્ચના 50 ટકા અથવા વધુમાં રૂ. 10,000 હેકટરદીઠ. વધુમાં ચાર હેકટરની મર્યાદામાં સહાય.
ખેડૂત મિત્રોને ખાસ જણાવાનું કે ઉપરોકત તમામ ઘટકોની સબસિડીનો લાભ આજીવન એકવખત મળવાપાત્ર છે.
લાભ લેવા ઇચ્છુક ખેડૂત મિત્રો ઈ-ગ્રામ સેન્ટર પરથી અથવા https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx પરથી જાતે ઑનલાઈન અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ નકલ જિલ્લા કે તાલુકા પંચાયતમાં જઈ બાગાયત વિભાગમાં જમા કરાવાની રહેશે.
આ અંગેની વધુ માહિતી માટે તમે ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો. અથવા તો બાગાયત વિભાગના ટોલ ફ્રી નંબર 180018001551 પર સંપર્ક કરો.
No comments:
Post a Comment