આ વર્ષે જૂન-સપ્ટેમ્બર ચોમાસાની સીઝનમાં દેશમાં વરસાદ સામાન્ય કરતાં 14 ટકા ઓછો રહ્યો છતાં પણ ખરીફ પાકનો વાવેતર વિસ્તાર ગયા વર્ષની સરખામણીમાં 1.63 ટકા સુધી વધ્યો છે. કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે 9મી ઑકોટબર સુધીમાં દેશમાં ખરીફ પાકનું વાવેતર 1037.15 લાખ હેકટરમાં થયું છે, જયારે ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં 1020.48 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
કઠોળનું વાવેતર 12 ટકા વધીને 115.44 લાખ હેકટરમાં થયું છે. કઠોળમાં મગનો વાવેતર વિસ્તાર 20 ટકા અને અડદનો વાવેતર વિસ્તાર 10 ટકા સુધી વધ્યો અને તુવેરનું 4 ટકા વાવેતર વધ્યું છે. જ્યારે ખરીફ સીઝનના મુખ્ય પાક એવા અનાજનો વાવેતર વિસ્તાર નજીવા વધારાની સાથે 377.23 લાખ હેકટરમાં થયું છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પહેલાં એડવાન્સ અંદાજ પ્રમાણે નબળા ચોમાસાના લીધે વર્ષ 2014-15મા ખરીફ ઉત્પાદન 1.78 ટકા ઘટીને 12.4 કરોડ ટન રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના મતે આ વર્ષે ચોમસાની સીઝનમાં સામાન્ય કરતાં 14 ટકા ઓછો વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈએમડી એ જૂન-સપ્ટેમ્બરમાં સામાન્યની સરખામણીમાં 12 ટકા ઓછો વરસાદ પડવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.
ત્યારે કેન્દ્ર સરકારે 2015-16ની સાલમાં રવિ સીઝનમાં ખાદ્યાન્ન ઉત્પાદનનું લક્ષ્યાંક વધારીને 13.3 કરોડ ટન કરી દેવાયું છે. જે ગઈ રવિ સીઝનના વાસ્તવિક ઉત્પાદન 12.63 કરોડ ટન કરતાં અંદાજે 66.2 લાખ ટન વધુ છે.
No comments:
Post a Comment