ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 29 September 2015

કેન્દ્ર સરકારે ખેડૂતોને નાની કૃષિ લોનના વ્યાજ મુક્તિની મંજૂરી આપી:RBI


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન પ્રમાણે કેન્દ્ર સરકારે ત્રણ લાખ સુધીની કૃષિ લોન પર વ્યાજમાંથી મુક્તિને મંજૂરી આપી દીધી છે. આરબીઆઈના મતે એક વર્ષની અંદર અથવા તો નક્કી કરેલા સમયગાળામાં લોનની ચૂકવણી કરવા પર ખેડૂતોને હવે ચાર ટકાના વ્યાજ દરે કૃષિ લોન મળશે. આ યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2015-16મા ખેડૂતોને ટૂંકાગાળાની લોન માટે ત્રણ લાખ રૂપિયા સુધીની પાક લોન, સાત ટકાના વ્યાજ દર પર સરકારી અને પ્રાઇવેટ બેન્કની સાથે રીજનલ રૂરલ બેન્ક, કોઓપરેટિવ બેન્ક, અને નાબાર્ડ ઉપલબ્ધ કરાવશે.
ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રી એ નાણાંકીય વર્ષ 2015-16ના બજેટમાં ખેડૂતોને 3 લાખ સુધીની નાની કૃષિ લોનને સમયસર ચૂકવવા પર 2 ટકાની છૂટ આપવાની જોગવાઈ કરી હતી.
ભારત સરકાર દ્વારા 2015-16 માટે ઇંટરેસ્ટ સબવેંશન યોજના માટે સરકાર બેન્કોને 18,110 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવશે. જેમાં નાબાર્ડ ને 2332 કરોડ રૂપિયાની રકમ મળશે બાકીની રકમ અન્ય બેન્કોને વહેંચાશે. આ યોજનાની અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને પોતાની શાખ અનુસાર લોન મળશે. કેસીસી ધારકને નક્કી કરેલ સમયગાળા અથવા તો એક વર્ષની અંદર ચૂકવવા પર વ્યાજ છૂટનો લાભ મળશે. આ યોજનાનો લાભ કુદરતી આપત્તિથી પ્રભાવિત ખેડૂતોની સાથે નાના અને સીમાંત ખેડૂતો માટે પણ લાગૂ થશે જેમને વેરહાઉસ રસીદ પર પોસ્ટ હાર્વેસ્ટ લોન લીધી હોય. ઇંટરેસ્ટ સબવેંશન યોજનાની અંતર્ગત જે ખેડૂત એક વર્ષની અંદર અને સમય પર પોતાની કૃષિ લોન ચૂકવશે તેમને વ્યાજમાં ત્રણ ટકાની વધારાની છૂટ મળશે.
આની પહેલાં નાણાં મંત્રીએ બજેટમાં નાણાંકીય વર્ષ 2015-16 માટે ખેત લોન હેતુ ફાળવણીને વધારી 8,50,000 કરોડ રૂપિયા કરી હતી. જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં 80,000 કરોડ રૂપિયા હતા. 

No comments:

Post a Comment