રાજ્યના ખેડૂત મિત્રોને ખેતીવાડી વિભાગ તરફથી ખુલ્લી પાઈપલાઈન માટે સબસિડીનો લાભ મળે છે. એજીઆર2 હેઠળ આવતા સામાન્ય ખેડૂતને ખર્ચના 50 ટકા અથવા વધુમાં રૂ.4500 બેમાંથી જે ઓછું હશે તેના પર સહાય મળશે. જ્યારે એજીઆર3-4 હેઠળ આવતા અનુસૂચિત જાતિ-જનજાતિના ખેડૂતને ખર્ચના 75 ટકા અથવા વધુમાં 13500 બે માંથી જે ઓછું હશે તેના પર સહાય મળશે. ખેડૂત મિત્રોને વધુમાં વધુ બે હેકટરની મર્યાદા માટે સહાય ઉપલબ્ધ થશે.
જે ખેડૂત મિત્રને આ સહાયનો લાભ લેવો હશે તેને ફરજીયાત પણે આઈખેડૂત પોર્ટલ પર ખેડૂત ખાતેદાર તરીકે નોંધણી કરાવી ફરજીયાત છે. ત્યારબાદ તેઓ ઇ-ગ્રામ સેન્ટર કે આઇખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx પરથી જાતે અરજી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
વધુ માહિતી માટે ગ્રામ સેવકનો અથવા તો જિલ્લા પંચાયતમાં ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરી શકો છો.
No comments:
Post a Comment