ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 29 September 2015

ટીસ્યુ કલચરથી દાડમની ખેતી... કેતનભાઈ ચીખલીયા



નામ: કેતનભાઈ ચિખલીયા
ગામ: ધૂળેશિયા, તાલુકા: જામનગર
મોબાઈલ: 8000370003
32 વર્ષના કેતનભાઈ ટીસ્યુ કલચરથી દાડમના રોપાનું 115 વીઘામાં મોટું વાવેતર કરે છે. તેઓ છેલ્લાં છ  વર્ષથી દાડમનું વાવેતર કરી રહ્યા છે.
કેતનભાઈએ દાડમનું વાવેતર કરતાં પહેલાં દડમના ખરીદનાર વર્ગનો સર્વે કર્યો હતો. તેઓ આખો દિવસ ફ્રૂટની દુકાન અને રેકડીઓ પર ઉભા રહેતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે ખરીદનાર વર્ગને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. એક સત્યનારાયણની કથાના પ્રસાદ માટે બીજો વર્ગ સાજા-માંદા વ્યક્તિ માટે ખરીદવાવાળા અને ત્રીજો વર્ગ ડૉકટર, વકીલ, પ્રોફેસર ટૂંકમાં ભણેલો-ગણેલો સુખી સંપન્ન વર્ગ ખરીદતો જોવા મળે છે. આના પરથી નક્કી કર્યું કે કંઇક તો દાડમમાં તાકાત છે.
ત્યારબાદ તેમણે જામનગરના બાગાયત અધિકારીઓ સાથે દાડમની ખેતી અંગે ચર્ચા કરી. તેમણે હસતા હસતા કેતનભાઈને કહ્યું હતું કે જો એક્સપોર્ટમાં પણ માંગ જ્યારે નહીં રહે ત્યારે મહારાષ્ટ્રની વાઈન બનાવનાર ફેકટરીઓ તો છે જ ખરીદવા માટે તૈયાર. આમ, તેમણે દાડમની ખેતીમાં શ્રીગણેશ કર્યા હતા.
દાડમી ખેતીમાં મોટી કમાણી કરતાં કેતનભાઇનું કહેવું છે કે દાડમની દેશ-દુનિયામાં મોટી માંગ છે.
વધુ માહિતી માટે કેતનભાઈનો સવારે 9 થી 10મા સંપર્ક કરવો.

No comments:

Post a Comment