ફળવૃક્ષ | મૂળનું સક્રિય ક્ષેત્ર અને ખાતર આપવાનું યોગ્ય સ્થાન | ખાતર આપવાનો સમય |
જામફળ | મૂળનું સક્રિય ક્ષેત્ર થડથી 30 સેમી અંતરે અને 30 સે 60 સેમી ઊંડાઈએ હોય છે માટે થડથી 30 સેમી અંતરે ખાતર આપવું. | પ્રથમ ત્રણ વર્ષ સુધી ખાતર ચોમાસા પહેલા અને પછી આપવું. ત્યારબાદ જૂન અને સપ્ટેમ્બર માસમાં ખાતર આપવું. |
આંબો | મોટાભાગના સક્રિય મૂળ થડથી 300 સેમીના વિસ્તારમાં હોય છે માટે થડથી એક મીટરના અંતરે અને ઝાડના ઘેરાવાની અંદર ખાતર આપવું. | જૂન અને ફેબ્રુઆરી માસમાં ખાતરો આપવો. |
લીંબુ વર્ગના ફળો | મોટાભાગના સક્રિય મૂળ થડથી 120 સેમી ગોળાઈમાં તથા 15 થી 30 સેમી ઊંડાઈએ હોય છે માટે થડથી 30 થી 45 સેમી અંતરે ખાતર આપવું. | ચોમાસુ પૂર્ણ થયા બાદ અને માર્ચ એપ્રિલમાં ખાતરો આપવો. |
બોર | મૂળનો સક્રિય વિસ્તાર 50 થી 75 સેમી ઊંડાઈએ હોય છે. માટે ઝાડના ઘેરાવાની અંદર રિંગ બનાવી ખાતર આપવું. | જૂન-જુલાઇ અને સપ્ટેમ્બર માસમાં ખાતરો આપવા. |
ચીકુ | મૂળનું સક્રિય ક્ષેત્ર 0 થી 30 સેમી ઊંડાઈએ હોય છે માટે ઝાડના ઘેરાવાની અંદર અને 15 સેમી ઊંડાઈએ ખાતર આપવું. | જૂન અને ઓક્ટોમ્બર માસમાં |
ખાતર આપવા માટે ઝાડના ઘેરાવાને આધારે રિંગ બનાવી તેના ખાતર આપવું. આ રીત અન્ય રીતો કરતાં વધુ અસરકારક છે. ખાતર મૂળના સક્રિય વિસ્તારને ધ્યાનમાં રાખી એ વિસ્તારમાં જ જવું જોઈએ.
No comments:
Post a Comment