ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 28 September 2015

પશુઓમાં થતાં ખરવા-મોવાસા રોગ સામે ઘરગથ્થુંઈલાજ


પશુઓમાં થતાં ખરવા-મોવાસા રોગને જો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે અને તેનો નીચે મુજબ ઘરગથ્થું ઈલાજ કરવામાં આવે તો સારી એવી રાહત રહે છે.
  • એક મૂઠી ખાવાના સોડાને એક ડોલ પાણીમાં ભેળવી બનાવેલ દ્રાવણથી મો અને ખરી દિવસમાં ઓછામાં ઓછા પાંચ વખત સાફ કરવા.
  • સાફ કર્યા બાદ તેલ કે ઘી માં કાથાનો ભૂકો મિશ્ર કરી ચાંદા પર ચોપડવો.
  • મધ અને બોરીક એસિડનો પાઉડર મિશ્ર કરીને પણ ચાંદા પર લગાડી શકાય. મધની જગ્યાએ ગ્લીસરીન પણ લગાવી શકાય.
  • જ્યારે એકીસાથે ઘણા પશુઓ આ રોગથી પીડાતા હોય ત્યારે સામૂહિક સારવાર આપવી જોઈએ. જેના માટે 1.5 મીટર પહોળો અને 20 સેમી ઊંડો ખાડો તૈયાર કરી તેમાં 4 ટકા ધોવાના સોડાનું દ્રાવણ ભરીને પશુઓને તેમાથી પસાર થવા દેવા જોઈએ જેથી પગની ખરીઓ આ દ્રાવણથી આપોઆપ ધોવાઈ જાય. આ પ્રમાણે દિવસમાં બે વખત પશુઓને દ્રાવણમાથી પસાર કરવા.
  • પશુને લીલું કૂણું ઘાસ આપવું જોઈએ. સુકૂ બરછટ ઘાસ ન આપવું. શરૂઆતમાં જો ઉપર મુજબ સાર-સંભાળ કરવામાં આવે તો પશુને ખૂબ જ રાહત થાય છે અને રોગ આગળ વધતો અટકી જાય છે અને ગંભીરરૂપ લેતો નથી. આમ છતાં જરૂર પડ્યે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

No comments:

Post a Comment