ખેડૂતમિત્રો, હાલ શિયાળુ શાકભાજીના પાકોમાં ધરૂવાડિયાનું કામ ચાલુ છે. આ સમયે ધરૂનો કહોવારો રોગ જોવા મળે છે જેનાથી 90% સુધી નુકસાન થઈ શકે છે.
શું છે આ રોગ?
આ રોગમાં છોડ અંકુરણ થયા પહેલા જ જમીનમાં મૃત્યુ પામે છે. ખેતર સામાન્ય નજરે જોતાં છોડ ઓછા જોવા મળે છે. અંકુરણ બાદ છોડ પીળા પડી સુકાઈ જાય છે.
શા માટે થાય છે આ રોગ
આ રોગ ફૂગથી થાય છે. વધારે ભેજ, જમીનમાં પાણીનું ભરાઈ રહેવું, વધુ પડતું પિયત, નબળા છોડ અને અનુકૂળ તાપમાન આ રોગના મુખ્ય કારણો છે.
નિયંત્રણ- આગોતરૂ નિયંત્રણ જ છે ઉત્તમ સમાધાન
ખેતરમાં વધુ ભેજ કે લાંબો સમય પાણી ભરાઈ રહેવા દેવું નહીં. પાણીના નિકાસની વ્યવસ્થા કરવી. 1 કિલો બીજને 3 ગ્રામ કેપ્ટાન કે થાયરમથી માવજત આપવી. ધરૂવાડિયાની વાવણી પહેલા 1% ફોર્મેલીન દ્રાવણ થી જમીનને માવજત આપવી. 1 ચોરસ મીટરમાં 5 લિટર ફોર્મેલીન દ્રાવણ નાખવું અને 2 થી 4 દિવસ સુધી પ્લાસ્ટિક શીટથી ઢાંકવું. ત્યારબાદ શીટ ને 1-2 વાર ફેરવી નાખવી જેથી ફોર્મેલીન ઊડી જાય. આ ઉપરાંત ઊભા પાકમાં નિયંત્રણ માટે 2 ગ્રામ રિડોમિલ ગોલ્ડ / લિટર પાણી મુજબ માવજત આપવી. ધરૂવાડિયામાં ધરૂને અંકુરણના 5 થી 7 દિવસ બાદ ક્યારાને 400 ગ્રામ કેપ્ટાન કે થાયરમ દવાને 100 લિટર પાણીમાં ભેળવી બનેલ દ્રાવણ દ્વારા માવજત આપવી.
જૈવિક તત્વનો ઉપયોગ
ફૂગનો નાશ કરવા માટે જૈવિક તત્વ જેમ કે ટ્રાઇકોડરમાં અને સ્યૂડોમોનાશ 250 મિલી અથવા ગ્રામ પ્રતિ એકર મુજબ 50 કિલો છાણિયા ખાતરમાં ભેળવી અથવા સિંચાઇ મારફતે આપવું. 1 કિલો બીજને 4 ગ્રામ ટ્રાઇકોડરમાં વડે માવજત આપવી.
No comments:
Post a Comment