ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 28 September 2015

કોમોડિટી એક્સચેન્જોનું ધ્યાન હવે સેબી રાખશે અમદવાદ, સપ્ટેમ્બર 28

ભારતીય કોમોડિટી અને કૃષિ વાયદા બજાર માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)નું સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં મર્જર થતા ભારતીય બજારોમાં મોટા ફેરફારો થવાના છે. આ મર્જરની પરિકલ્પના અંદાજે બાર વર્ષ પહેલાં કરાઈ હતી. ગયા વર્ષે જ્યારે એક સ્પોટ કોમોડિટી એક્સચેન્જ પેમેન્ટની ચૂકવણીમાં ફસાયું ત્યારે વાયદા બજારને વધુ મજબૂત અને પારદર્શી બનાવવા માટે સરકારે બંને નિયામકોનું મર્જર કરવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકાર પારદર્શી વાયદા બજારના માધ્યમથી ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલ વિભિન્ન પ્રતિભાગીઓને પોતાનું જોખમ ઓછું કરવા અને નફો કમાવા માટે યોગ્ય માધ્યમ ઉપલબ્ધ કરાવા માંગે છે.
જૂના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ), 1952નું સેબી એક્ટમાં મર્જર થઈ રહ્યું છે. નવા નિયામક સેબી સામે કોમોડિટી એક્સચેન્જોની દેખરેખ કરવી પડકારરૂપ હશે. નિયામક અને બજારને નવા નિયમો અપનાવા માટે એક વર્ષનો સમય મળશે. 29મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એક વર્ષના સમયગાળામાં કોમોડિટી બ્રોકરોને પોતાની નેટવર્થ વધારવી પડશે અને સીધા સેબીની દેખરેખમાં આવવું પડશે. સેબી કોમોડિટી એક્સચેન્જો પર પોતાના સંચાલનથી સંબંધિત કડક નિયમો લાગૂ કરી શકશે. હાલના સમયમાં બે મુખ્ય કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ અને એનસીડીઈએક્સ જ સંચાલનમાં છે, જેમાં એગ્રી કોમોડિટીના વાયદા વેપાર ચાલે છે.                   
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોમોડિટી બજારની દેખરેખની ખાસ અસર થતી નહોતી. આથી જ સેબીને આ મોર્ચા પર નવેસરથી શરૂઆત કરવી પડશે. જોકે કૃષિ નિષ્ણાતો આ મર્જરને વડાપ્રધાનના વિઝન પર આધારિત દેશમાં એપીએમસીનું એક નેટવર્ક બનાવીને રાષ્ટ્રીય ભાગીદારી બનાવાની દિશામાં આગળ ભરેલ પગલાનાં એક ભાગ તરીકે જોઈ રહ્યાં છે.

No comments:

Post a Comment