સરકાર આવતા મહિને રવી સીઝન માટે ટેકાના ભાવ જાહેર કરશે. સરકારને ટેકાના ભાવ અંગેની માહિતી અને તેને વધારવાનો પ્રસ્તાવ મોકલતી સંસ્થા કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસ એટલે કે CACPએ આવનારી રવિ સીઝન માટે ચણા, રાયડા, મસૂર, જવ, અને ઘઉંના ટેકાના ભાવ વધારવાનો પ્રસ્તાવ સરકારને મોકલી દીધો છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
હાલ ચણાના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.3175 છે, જે સીએસીપી એ વધારીને રૂ.3425 કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આવી જ રીતે રાયડાના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.3100 થી વધારીને રૂ.3350, મસૂરની દાળના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.3075થી વધારી રૂ.3325, અને જવના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.1125થી વધારી રૂ.1225 કરવાનો પ્રસ્તાવ મોકલી આપ્યો છે.
સરકારે ખરીફ સીઝનમાં ટેકાના ભાવની સાથે કઠોળમાં ક્વિન્ટલ દીઠ રૂ.200 બોનસ આપવાની જાહેરાત કરી હતી. તેવી જ રીતે સરકાર રવિ સીઝનમાં પણ બોનસ ચાલુ રાખે તેવી ભલામણ સીએસીપી એ કરી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કઠોળની જરૂરિયાતને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે. સરકારે આયાત ઘટાડવા માટે સ્થાનિક સ્તરે કઠોળની ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના બનાવી છે. આથી જ સરકારે ટેકાના ભાવની સાથે બોનસની જાહેરાત કરી છે.
વર્ષ 2014-15 દરમ્યાન દેશમાં કઠોળનું ઉત્પાદન ઘટીને માત્ર 172 લાખ ટન નોંધાયું છે, જ્યારે દેશમાં અંદાજે 230-235 લાખ ટન કઠોળની જરૂરિયાત છે.

ઘઉંનો ટેકાનો ભાવ રૂ.1,525 થવાની સંભાવના
સીએસીપી એ સરકારને રવિ સીઝન દરમ્યાન ઘઉંના ટેકાના ભાવ વધારીને ક્વિન્ટલ દીઠ રૂ.75 કરવાની ભાલમણ કરી છે. હાલ ઘઉંના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.1450 છે, જો તેમાં વધારો થશે તો ક્વિન્ટલ દીઠ રૂ.1525 થઈ જશે. ઉલ્લેખનીય છે કે સીએસીપી એ જેટલી વખત ઘઉંના ટેકાના ભાવ વધારવાની ભલામણ કરી છે, દર વખત તેમની વાત સરકારે માની છે. છેલ્લાં આઠ વર્ષથી સતત ઘઉંના ટેકાના ભાવમાં વધારો થયો છે. ગયા વર્ષે રવિ સીઝનમાં કાપણી સમયે કમોસમી વરસાદ થતા ખેડૂતોને ગયેલી નુક્સાની પર મલમ લગાવા માટે ઘઉં અને જવના ટેકાના ભાવ વધારી શકે છે.

No comments:
Post a Comment