ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Sunday, 27 September 2015

પોલી શેડ નેટ હાઉસ બનાવા માટે GGRC તરફથી સબસિડી ઉપલબ્ધ


અમદાવાદ, સપ્ટેમ્બર 25
બાગાયતી પાકોનું રક્ષિત વાવેતર કરી પાકનું સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે તે આશયથી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (જીજીઆરસી) દ્વારા સબસિડી ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે.
જીજીઆરસી દ્વારા ડોમ પ્રકારના શેડ નેટ હાઉસ બનાવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. 

પોલી શેડ નેટ હાઉસ બનાવા માટે પ્રતિ ચોરસમીટર 450 થી 515 રૂપિયાની મર્યાદામાં સહાય ઉપલબ્ધ છે. આ યોજના માટે ઓછામાં ઓછા 250 ચોરસ મીટર અને વધુમાં વધુ બે હજાર ચોરસ મીટરની મર્યાદામાં માળખું ઉભું કરવા માટે સહાય આપી રહ્યાં છે.
યોજનાની વધુ માહિતી માટે તમે જીજીઆરસીના ટોલ ફ્રી નંબર 1800 233 2652 પર સીધો સંપર્ક કરી વિસ્તૃત માહિતી મેળવી શકો છો.
રક્ષિત ખેતી પવન, વરસાદ, કિરણોત્સર્ગ વગેરેથી બચાવી સારું ઉત્પાદન થાય છે. તદઉપરાંત ગુણવત્તાની દ્રષ્ટિથી મહત્તમ વૃદ્ધિ માટે પાકને મદદ કરે છે. 
રક્ષિત ખેતીની વાવણીથી છેવટે લાભ તો ખેડૂત મિત્રોને થવાનો છે. કારણ કે પાકની ગુણવત્તા સુધરશે તો સારા બજાર ભાવ મળશે.                                                                     
ખેડૂત મિત્રોને થવાનો છે. કારણ કે પાકની ગુણવત્તા સુધરશે તો સારા બજાર ભાવ મળશે.

No comments:

Post a Comment