🌱👉ખેડૂતો માટે જાહેરાત👈🌱
👉ખેતીવાડી ખાતાની હાલમાં વિવિધ ઓજારો/સાધનોમા સબસિડી માટે તા-૧/૪/૨૦૧૮ થી ૩૦/૪/૦૧૮ સુધી www.ikhedut.guj.gov.in
વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવેલ છે.
👉 અરજી કરવા શુ કરવુ?👇
👉તમારા/બાજુના ગામના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને ઓનલાઈન અરજી કરાવવી.
👉અરજી સાથે જોડવાના પુરાવા:-👇
(૧) ૮/અ નવો ઓરીજનલ
(૨) બેક પાસબુકની ઝેરોક્ષ
(૩) આધાર કાડૅની ઝેરોક્ષ
(૪) જાતિના દાખલની ઝેરોક્ષ(ફક્ત અનુસુચિત જાતિના ખેડુત માટે)
👆આટલા પુરાવા જોડીને અરજીમા સહી/અંગૂઠો કરીને અરજી ગ્રામસેવકને આપવી.
👉ખાસ નોધ:-👇
👉અરજીમા જમણી બાજુ ખેડુતના નામની નીચે ખેડૂતનો રેગ્યુલર ચાલુ મોબાઈલ નંબર સ્પષ્ટ રીતે અવશ્ય લખવો.
👉માંગ્યા મુજબના તમામ પુરાવા ફરજીયાત જોડવાના રહેશે અન્યથા અરજી નામંજુર ગણાશે
👉અરજી મંજુર થયા બાદ જ જે તે સાધન માન્ય કંપની-ડીલર પાસેથી ખરીદવાનુ રહેશે.
👉 ઓનલાઇન અરજી કયૉ બાદ દિવસ-૭ સુધીમા અરજી પૂરાવા સાથે ગ્રામ સેવકને જમા કરાવવાની રહેશે
👉અગાઉ જે ખેડૂતોએ જે તે સાધન મા સબસિડીનો લાભ લીધો હોય તેમણે અરજી કરવી નહી અન્યથા કમ્પ્યુટરમા અરજી આપો આપ રદ થઈ જશે
👉જે ખેડુત ખરેખર જે તે સાધન લેવા માંગતા હોય તેમણે જ અરજી કરવી
👉ગામના બીજા ખેડુતોને પણ આ જાહેરાતની જાણ કરવા વિનંતી
👉કોઈ પણ સાધનની અરજી કયાૅ બાદ ખેતીવાડી ખાતા તરફથી મંજુરી મળયા પછી નવા સાધનની ખરીદી કરવી.
No comments:
Post a Comment