લેખક: પવન સોન્તી
ગર્ભકાળ એ સમય છે જેમાં માદા પશુના પેટમાં ગર્ભથી લઈને બાળકના વિકાસ સુધીની તમામ પ્રવૃત્તિઓ થાય છે.આમાં છેલ્લા 3 મહિનાનો સમયગાળો તેમ જ પ્રસુતિનો સમય ખૂબ જ નાજુક હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પ્રાણીની યોગ્ય કાળજીની અસર તેના તેમ જ તેના બાળકના સ્વાસ્થ્ય સાથે પ્રાણીની દૂધ ઉત્પાદન ક્ષમતા પર પણ પડે છે. તેથી ગર્ભસ્થ પ્રાણીની ખાસ કાળજી રાખવી જરૂરી છે.
પ્રસુતિનો ગાળો અને કાળજી:
પ્રાણીઓમાં ગર્ભકાળનો સમયગાળો અલગ અલગ હોય છે. ભેંસમાં પ્રજનનની માટે ઓછામાં ઓછી ઉંમર 3 થી 3.5 વર્ષની હોય છે જ્યારે સંકર ગાય 18 મહિનાની ઉંમર થયા પછી પણ ગર્ભવતી થઇ શકે છે. ભેંસમાં ગર્ભકાળનો સમય 310 દિવસ અને ગાયમાં 280 દિવસનો હોય છે. આમાં 10 દિવસ ઓછા વધારે હોઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન, પ્રાણીઓને કેટલાક રોગો જેવા કે ગર્ભાશયનું બહાર નીકળવું, ગર્ભાશયમાં બાળકની અવસ્થા બગડી જવી, કેલ્શિયમનો અભાવ,ઓર અટકી જવી,અને જાનવરોને ગળામાં કે આઉમાં થતો સોજો વગેરે, થઈ શકે છે. તેથી આ વસ્તુઓથી બચવા માટે,ગર્ભસ્થ પશુની દેખભાળ માટે નીચે ની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઇએ:
1) પ્રાણીઓના ખોરાકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને લીલા ઘાસચારાનો પૂરતો જથ્થો હોવો જોઈએ કે જેથી તેને જરૂરી તત્વો મળતા રહે.
2) પ્રાણીઓને ઉનાળાની મોસમ દરમિયાન દિવસમાં 2-3 વખત નવડાવવા જોઈએ અને તીવ્ર તડકાથી બચાવવા જોઈએ.
3) પ્રાણીઓને સાફ અને તાજુ પાણી પીવડાવવું જોઈએ.
4) ગર્ભાવસ્થામાં પશુઓને વધારે ભાગદોડ ન કરવા દેવી જોઈએ.
5) ગર્ભસ્થ પ્રાણીઓની બેઠકનો વિસ્તાર પાછળથી વધારે ઉંચો હોવો જોઈએ. તેમની નીચેની જમીન વધારે ચીકણી ન હોવી જોઈએ તેમ જ પ્રાણીઓને રહેવાની જગ્યા પર માટી, રેતી અથવા સૂકો ચારો વગેરે પાથરી જગ્યાને સૂકી અને નરમ બનાવી રાખવી જોઈએ.
6) ગર્ભસ્થ પશુઓને બીજા પ્રાણીઓ સાથે લડવા થી બચાવવા જોઈએ.
7) પહેલાથી દૂધ આપતા પ્રાણીઓની બાબતમાં ગર્ભસ્થ પશુઓને પ્રસૂતિ પહેલાના બે મહિનાથી દોહવાનું બંધ કરી દેવું જોઈએ.
8) ગર્ભસ્થ પશુઓનું શરીર ઢીલું પડી જાય છે અને તેણીને પાછળ થી પ્રવાહી બહાર આવે છે. તેથી, પશુને નવડાવવાની સાથે પાછળના ભાગને પણ સારી રીતે ધોતા રહેવો જોઈએ જેથી ગાયના છાણ અને મૂત્ર વગેરેથી એને ચેપ ન લાગે.
પ્રસવ પહેલાંના લક્ષણો:
1) પ્રસવના ર-3 દિવસ પહેલા પ્રાણી સુસ્ત રહેવા લાગે છે અને બીજા પ્રાણીઓથી દૂર રહે છે.
2) પ્રાણી ખોરાક લેવાનું ઘટાડી દે છે.
3) 2-3 દિવસ પહેલા પ્રાણીના આંચળ ફૂલી જાય છે અને યોનિમાર્ગમાં સોજો આવી જાય છે નિતંબની પાસે કરોડરજ્જુની બંને બાજુએ 2-3 ઇંચ ઊંડા ખાડા જેવું પડી જાય છે.
4) યોનિ માંથી લેશદાર પદાર્થ નીકળ્યા કરે છે.
પ્રસવ પછી પ્રાણીઓની દેખભાળ:
1) પ્રસવના સંકેતો દેખાયા પછી તેને અન્ય પ્રાણીઓથી અલગ કરી દેવું જોઈએ.
2) પ્રાણી પાસે બિનજરૂરી ઘોંઘાટ ન થવો જોઈએ કે ન તો બિનજરૂરી રીતે કોઈએ એની પાસે જવું જોઈએ.
3) પાણીની થેલી દેખાય પછી એક કલાક સુધી બાળક(વાછરડુ કે પાડુ) બાળક બહાર ન આવે તો બાળકને બહાર કાઢવા માટે પશુવૈદની મદદ મેળવવી જોઈએ.
4) જેવું બાળક બહાર આવે એટલે તેને પ્રાણીને ચાટવા દેવું જોઈએ તેનાથી બાળક ઉપર લાગેલો સ્લેષ્મ સૂકાઈ જાય છે.
5) પ્રસૂતિની પછી ઓર નીકળવાની રાહ જોવી જોઈએ. સામાન્ય રીતે 6-8 કલાકમાં પ્રાણી ઓર બહાર કાઢી નાખે છે. સમય પર ઓર ન નીકળે તો પશુવૈદને બતાવવું જોઈએ. ઓર નીકળે એટલે તેને ઊંડા ખાડામાં દબાવી દેવી જોઈએ જેથી પ્રાણીઓ તેને ખાઈ ન શકે.
6) પ્રસૂતિ પછી પશુની જનનેન્દ્રિયો, પાછળનો ભાગ અને પૂંછડી સારી રીતે નવસેકા ગરમ પાણી સાથે ધોવા જોઈએ. ત્યાર બાદ, દિવસમાં 2-3 વખત ગોળ અને મીઠાવાળું પીણું પીવા આપવું જોઇએ.
સ્ત્રોત : પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ, હરિયાણા
No comments:
Post a Comment