વર્ષે 2015-16માં દુધ ઉત્પાદનમાં વૃદ્ધી દર 6.28% રહ્યો જેને કારણે દુધનું કુલ ઉત્પાદન 156 મિલીયન ટન સુધી પહોંચ્યું. હવે ભારતમાં સરેરાશ માથાદીઠ દૂધ 337 ગ્રામ ઉપલબ્ધ છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે માત્ર સરેરાશ 229 ગ્રામ છે. 2014-17 વચ્ચે દૂધ ઉત્પાદનમાં 17% વધારો થયો હતો.
શા માટે દૂધ માંગ વધી રહી છે?
તેમણે જણાવ્યું હતું કે, શહેરી અને ગ્રામીણ નિવાસીઓના જીવનધોરણ વધારો થયો છે જેને કારણે પ્રાણીજન્ય પ્રોટીનની માંગ વધતી રહે છે.તેથી, એ આવશ્યક છે કે આપણે સતત પશુધન, મરઘાં અને માછલી ઉત્પાદન વધારવા માટે પ્રયત્ન કરી જેથી દેશના નાગરિકોને પોષિત આહાર મળે અને તેઓ તંદુરસ્ત રહી શકે.
પશુધન સંખ્યામાં ભારત ટોચ પર
કૃષિ પ્રધાન જણાવ્યું હતું કે, વિશ્વમાં 51 કરોડ પ્રાણીઓ છે જેમા મોટા ભાગના ભારતમાં છે, જેમાં 20 કરોડ ગૌવંસ,10 કરોડ ભેંસો, 7 કરોડ ઘેટાં અને બકરા 14 કરોડનો સમાવેશ થાય છે.બકરીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે આવે છે અને દેશની પ્રાણીઓની વસતીમાં આશરે 25% હિસ્સો તેમનો છે.ભારતીય મરઘાં ઉદ્યોગ પણ વિશ્વમાં બીજા ક્રમે સૌથી મોટું બજાર તરીકે ઉભરી રહ્યું છે જેમાં 63 કરોડ ઇંડા અને 649 કરોડ મરઘાં માંસ ઉત્પાદનનો સમાવેશ થાય છે.ભારતનો દરિયાઇ અને માછલી ઉદ્યોગ પણ આશરે 7%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે.
Monday, 29 May 2017
દુનિયામાં દુધ ઉત્પાદનમાં આપણે છીએ નંબર વન, જાણો દેશમાં કેટલી ગાય-ભેંસ છે?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment