ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 25 January 2017

પ્રજાસત્તાક દિવસની હાર્ફિક શુભકામનાઓ -ભારતના બંધારણ વિશે જાણો

કૃષિજીવન ના તમામ વાચક મિત્રોને હુ વારીશ ખોખર પ્રજાસત્તાક દિવસે હાર્દિક શુભકામનાઓ અર્પુ છુ... દેશભક્તિના આ પર્વને એક સારા વિચાર સાથે અને હર્ષોઉલ્લાસની સાથે ઉજવો.

જાણો ભારતના બંધારણ વિશે

પ્રજાસત્તાક દિન દેશના ઈતિહાસનો સોનેરી દિવસ. ભારત ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયો, પણ તેનું પોતાનું કાયમી બંધારણ નહોતું. એના બદલે સુધારેલા વસાહતી કાયદા, ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫નો અમલ થતો. એ વખતે દેશનાં ગવન્ર્મેન્ટ જનરલના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારોબાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ 

કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ. 

આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું. આ સત્ર ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૭ દિવસ ચાલ્યું.

કેટલાંય સુધારા અને વિચારવિમર્શ પછી ૩૮૯ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કર્યા. બે દિવસ પછી ભારતનું બંધારણ દેશ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. આમ, ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦થી અમલમાં ભારતનું બંધારણ અમલમાં મૂકાયું અને દેશ ખરા અર્થમાં સ્વતંત્ર બન્યો.

ભારતના બંધારણ વિશે તો તમે જાણો જ છો, કેમ કે દોસ્તો, તમે જાણો છો કે સ્વતંત્ર ભારતની સાચી શરૂઆત જ પ્રજાસત્તાક દિવસથી થઈ હતી. કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં મૂકાયું અને દેશમાં સર્વસત્તા પ્રજાસત્તાકની સ્થાપના થઈ. દોસ્તો, તમારા પાઠ્યપુસ્તકના પહેલાં પાને આપેલી પ્રતિજ્ઞા આપણા બંધારણનો જ એક ભાગ છે. આ બંધારણ વિશે થોડી વિગતે વાત કરીએ…

આપણો દેશ એક સમૃદ્ધ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક છે. ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી છે.

-બંધારણ ઘડવાનું કાર્ય બંધારણ સભાએ કર્યું હતું. બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર એમ. એન. રોયને આવ્યો હતો.

‘બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળી હતી. તેમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ. ભીમરાવ આંબેડકર અને પ્રમુખ ડૉ. રાજેન્દ્રર પ્રસાદ હતા.

– બંધારણ સભાની રચના કેબિનેટ મિશન પ્લાન ૧૯૪૬ હેઠળ થઇ હતી.

– ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું હતું. એ વખતે બંધારણ સભાના કુલ સભ્યો ૩૮૯ હતા. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી, ડી. પી. ખેતાન, એન.ગોપાલાસ્વામી, અલાદી કૃષ્ણાસ્વામી અય્યર, સૈયદ મોહંમદ સદાઉલ્લા અને એન. માધવરાવ સભ્યો હતા.

– બંધારણ પૂરું કરતા ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૭ દિવસ લાગ્યા હતા.

– ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૧૦ કલમો છે. બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું છે. જોકે આમુખનો વિચાર યુ. એસ.ના બંધારણમાંથી લેવાયો છે.

– ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે. બંધારણ ઘડવાનો ખર્ચ ૬.૨૪ કરોડ થયો હતો.

– ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦માં રચાયેલું ભારતના બંધારણનું મૂળ પુસ્તક અંગ્રેજીમાં લખાયું. જોકે, બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલા કાયદા અને મૂળભૂત હકો વિશે સામાન્ય માણસ પણ સરળ ભાષામાં સમજી શકે એ માટે સરળ ગુજરાતી ભાષામાં તેનો અનુવાદ કરવામાં આવ્યો.

બંધારણની વિશેષતાઓ

– વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે.

– બંધારણ પરિવર્તનશીલ છે.

– ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સમૃદ્ધ, સાર્વભોમ પ્રજાસત્તાક જાહેર કરે છે.

– આ બંધારણ સમવાય છે, છતાં એકતંત્રી છે.

– ભારતને બિનસાંપ્રદાયિક અને સાર્વભોમ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે.

– પુખ્ત મતાધિકારને સ્વીકારેલો છે.

– સ્વતંત્ર ન્યાયપાલિકાની વ્યવસ્થા છે.

– લઘુમતી કોમના હિતોની રક્ષાની વ્યવસ્થા છે.

– સંઘાત્મક શાસનપ્રણાલી છે.

– બંધારણે સંસદીય અને પ્રમુખગત એમ બંને પદ્ધતિનો સ્વીકાર કરેલો છે.

– મૂળભુત અધિકારો અને મૂળભુત ફરજો દર્શાવેલી છે.

– એક જ નાગરિકતા દર્શાવેલી છે.

– બંધારણમાં સંશોધન માટેની વિધિ તથા દેશની કટોકટીની સ્થિતિની વ્યવસ્થા દર્શાવેલી છે.

No comments:

Post a Comment