બીટી કપાસ અન્ય કપાસની જાતો જેવો જ છે, પરંતુ તેમાં દાખલ કરવામાં આવેલ ખાસ જનીનને લીધે જ્યારે જીંડવા કોરી ખાનાર ઈયળ તેના પર નુકસાન કરવાનું શરૂ કરે કે તરત જ મૃત્યુ પામે છે. આમ થતાં કપાસના પાકમાં જીંડવા કોરી ખાનાર ઈયળોના છંટકાવ માટે વપરાતી લગભગ ૪૦-૫૦% કીટકનાશક દવાઓનો ઘટાડો થાય છે. આમ થતાં જીવાતના કુદરતી દુશ્મનો માટે ઓછું જોખમ રહે છે. બીટી કપાસ ચૂસિયાં પ્રકારની જીવાતો(મોલો, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ)ના નુકસાન સામે સક્ષમ નથી તેથી તેના નિયંત્રણ માટે જરૂર મુજબ યોગ્ય ભલામણ કરેલ રાસાયણિક કીટકનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. બીટી પ્રોટીન કેવી રીતે કામ કરે છે. બીટી પ્રોટીન એક વિશેષ ગુણ ધરાવે છે, જેને લીધે રોમપક્ષ શ્રેણીના(જેવાકે બોલવર્મ) કીટકોનું નિયંત્રણ થાય છે.
(૧) આ બીટી જીન ધરાવતી કપાસની જાતના પાનમાં બીટી પ્રોટીન ઉત્પન્ન થાય છે.
(૨) ઈયળ બીટીજન ધરાવતા પાન ખાય છે.
(૩) બીટી પ્રોટીન જીવાતની અન્નનળીમાં ચોંટી જાય છે.
(૪) અન્નનળીમાં કાણાં પડી જાય છે, જેને લીધે ખાધેલ ખોરાક બહાર નીકળી જાય છે.
(૫) આવી ઈયળો ભૂખમરાના કારણે મૃત્યુ પામે છે.
(૬) ઈયળોની આગળ વંશ વૃધ્ધિ નિયંત્રણમાં થાય છે. જે ક્ષમ્ય માત્રા કરતાં ઘણી જ ઓછી હોય છે.
બીટી કપાસના ફાયદાઓ :-
(૧) બીટી કપાસમાં પેદા થતું સક્રિય પ્રોટીન મધ્યમથી ઉચ્ચદર્જાનું બોલવર્મ(લેપિડોપ્ટરાન) નું નિયંત્રણ કરે છે.
(૨) સક્રિય પ્રોટીન છોડના દરેક ભાગમાં ઉત્પન્ન થાય છે.
(૩) સક્રિય પ્રોટીન પાકમાં સમગ્ર આર્થિક ઉત્પાદન કાળ દરમ્યાન ઉત્પન્ન થતું રહે છે, જેથી જીવાત નિયંત્રણ માટે જંતુનાશકો છાંટવાની પરિસ્થિતિ ઉદભવતી નથી.
(૪) બીટી પ્રોટીન વરસાદમાં ધોવાઈ જવાની અથવા સૂર્યપ્રકાશથી વિઘટન થઈ જવાની કોઈ શક્યતા નથી.
(૫) ખેડૂતોને જંતુનાશક દવા સાથેનો સંપર્ક તદ્દન ઓછો થઈ જાય છે. મનુષ્યના આરોગ્યને હાનિ થતી નથી. પર્યાવરણને નુકસાન થતું નથી.
(૬) મજૂરી ખર્ચ ઘટે તેમજ જંતુનાશકોનો ખર્ચમાં ઘટાડો થાય અને નફાનો ગાળો વધે છે.
(૭) પાક ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે.
(૮) સંકલિત કીટ વ્યવસ્થા માટે બીટી કપાસ સારૂ પરિબળ ગણાય છે.
No comments:
Post a Comment