ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Friday, 8 April 2016

તુવેરમા પોષણ વ્યવસ્થા અને પિયત વ્યવસ્થા....

તંદુરસ્ત અને સારા વિકાસ માટે પાયાના ખાતર તરીકે 1 એકરમાં 10 કિલો નાઈટ્રોજન (22 કિલો યૂરિયા) અને 10 કિલો ફોસ્ફરસ (62 કિલો SSP) વાવણી અગાઉ ચાસમાં આપવું.

વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને ઉત્પાદન ઘટે છે માટે ખોટો ખર્ચ નિવારવા પૂર્તિ ખાતરો ના આપવા
નીંદણ નિયંત્રણ
પાકને શરૂઆતના 90 દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જરૂરી છે. નીંદણના અસરકારક નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન 30EC (સ્ટોમ્પ,ટાટાપેનીડા) @1.3 લિટર / એકર / 200 લિટર પાણીમાં નાખી છાંટો. આ ઉપરાંત ઉપરાંત ઊભા પાકને 2 - 3 વખત આંતરખેડ અને હાથ નીંદામણ કરી નીંદણમુક્ત રાખવો.

પિયત વ્યવસ્થા
સામાન્ય રીતે ચોમાસા  સપ્રમાણ અને પૂરતો વરસાદ હોય તો વહેલી પાકતી તુવેરની જાતોને પિયત આપવાની જરૂર રહેતી નથી. પરંતુ જો છેલ્લો વરસાદ પૂરતો ન હોય તો વહેલી પાકતી તુવેરની જાતને ફૂલ અને શિંગો બેસવાની અવસ્થાએ એક-એક પિયત આપવું. મધ્યમ મોડી પાકતી જાતોને વરસાદ બંધ થયા પછી એક એક મહિનાના અંતરે બે પિયત આપવું.

વારીશ ખોખર ( કૃષિજીવન વોટસએપ ગ્રુપ)

No comments:

Post a Comment