કાપણી માટે જાત આધારિત લીલી ડુંગળી નો પાક 45 - 90 દિવસ પછી અને કંદ માટે 65 - 150 દિવસ પછી તૈયાર થાય છે.
કાપણી ના 10-15 દિવસ પહેલા પાક માં પિયત આપવું નહીં, 50% પાન ઢળી પડે પછી એક અઠવાડિયે કાપણી કરવાથી કાપણી કર્યા બાદ નું નુકસાન ઘટાડી શકાય છે.
પુષ્પ વિન્યાસ માં કાળા થયેલા બીજ દેખાય એટલે પરિપક્વ થયેલ ગણવું. આવા પુષ્પ વિન્યાસ ની કાપણી કરવી. તેને સૂકવીને બીજ છૂટા પાડી સાફ કરવા.
કંદ ની ક્યુરિંગ પાન પૂરી રીતે સુકાય ત્યાં સુધી કરવાથી તથા પાન ને કંદ ની 2.5 સેમી ઉપર થી કાપીને, 10 - 15 દિવસ સુધી છાયડા માં સુકવવાથી સંગ્રહ દરમિયાન નુકસાન ઓછું થાય છે.
સંગ્રહ માટે ના કંદ સાફ, ઍક્સરખા, મધ્યમ, ઍક જ રંગના, વજનમા ભારે, નક્કર, તંતુમુળ રહિત હોવા જોઈએ. કંદનુ ઉપરનુ પડ સંપૂર્ણપણે સુકાયેલુ અને કંદ સાથે ચોટેલુ હોવુ જોઇએ.
વારીશ ખોખર ( કૃષિજીવન વોટસએપ ગ્રુપ)
No comments:
Post a Comment