ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 3 February 2016

પાકમાં સુક્ષ્મ તત્વોની (Micronutrient) ઉણપ કઇ રીતે દુર કરવી?


બોરોન જેવા વહન ન થઇ શકે તેવા તત્વોની ઉણપ પ્રથમ નવા કુમડા પાન ઉપર જોવા મળે છે.છોડના પાન પીળા પડવાનું લક્ષણ વિવિધ તત્વોની ઉણપના લીધે જોવા મળતું હોય છે. દા.ત નીચેના પાન પીળા પડે તો નાઇટ્રોજનની અને જો છોડની ટોચના નવા પાન પીળા પડે તો તે ગંધક અથવા લોહની ઉણપ હોય શકે.જો ઉપરના પાનની આ પીળાશ માત્ર નશોની વચ્ચે હોય અને નશો લીલી માલુમ પડે તો લોહની ઉણપ હોય શકે અને જો નશો ફીક્કી પડે તો તે ગંધકની ઉણપ હોય શકે છે. કેટલીક વખતે રોગના ચિહ્નો પણ આવી મુશ્કેલી ઉભી કરી શકે છે.દા.ત વાયરસને લીધે નાના પાન થવાની અસર જસત અથવા બોરોનની ઉણપ સાથે અને ડાંગરના ભુખરા પટ્ટા પડી જવાના રોગના ચિહ્નો જસતની ઉણપ સાથે ભળી જવાની શક્યતા રહે છે.આવી પરિસ્થિતિમાં છોડનું પ્રુથક્કરણ કરાવીને નિષ્ણાંતની મદદથી મુશ્કેલી નિવારી શકાય છે.કોઇ તત્વની ઉણપ અન્ય તત્વ સાથે પારસ્પરિક સંબંધનું પરિણામ પણ હોય છે. દા.ત. વધુ પડતા ફોસ્ફરસની હાજરીથી જસતની ઉણપ વર્તાય. આ કારણોને લઇને સૂક્ષ્મતત્વોની સુલભ્યતા સંબંધિત સાચી માહિતી હોવી જરૂરી છે.

ગૌણ અને સૂક્ષ્મતત્વોની ઉણપનું નિવારણ

ગુજરાતની જમીનોમાં ગંધક, જસત અને લોહની ઉણપ અનુક્રમે આશરે ૫૦, ૨૫ અને ૧૦ ટ્કા જેટલી નોધાયેલ છે. જ્યારે મેંગેનીઝ્ અને ત્રાંબાની ઉણપ નોંધપાત્ર જોવા મળેલ નથી.સૂક્ષ્મતત્વોની ઉણપ નિવારવા માટે જરૂરી સૂક્ષ્મતત્વ યુક્ત ખાતર આપવાથી ઉણપ નિવારી શકાય છે. ઉભા પાકમાં ઉણપ વર્તાય ત્યારે આ તત્વોની ઉણપ નિવારવા છંટકાવ પણ કરી શકાય છે.આ ખાતરનો છંટકાવ કરતી સમયે ખાતરના જથ્થાથી અડધા કળીચૂનાને રાત્રે ઓગાળી સવારે તેનુ નિતારેલું દ્રાવણ ખાતરના તાજા પ્રવાહી મિશ્રણમાં ઉમેરી છંટકાવ કરવાથી કુમળા પાન ઉપર ખાતરની તેજાબી અસર નિવારી શકાય છે. દ્રાવણ પાન પર ચોંટે તે માટે થોડુ ટીપોલ કે સાબુનું દ્રાવણ ઉમેરી અઠવાડીયાના આંતરે ઉણપની તીવ્રતા મુજબ બે થી ચાર છંટકાવ સવારે કે સાંજે કરવાથી ફાયદો થાય છે.સૂક્ષ્મતત્વોની પૂર્તિ જમીન ચકાસણીના આધારે કરવી વધુ હિતાવહ છે તે માટે દર બે થી ત્રણ વર્ષે જમીનની ચકાસણી કરાવવી જોઇએ.

No comments:

Post a Comment