ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 2 February 2016

તલની ખેતી વિષે માહિતી:- જમીનની તૈયારી,વાવણી તકનિક,બીજમાવજત,નિંદણ નિયંત્રણ

જમીનની તૈયારી

પાક ભારે વાતાવરળની પ્રતિકુળતા સામે ટકી શકતો નથી, આ પાકને ગોરાડુ અને મધ્ય્મ કાળી જમીન વધુ માફક આવે છે.

રોગજીવાતનો ઉપદ્રવ ઓછો કરવા અને સારા વિકાસ માટે આગલા પાકના અવશેષો દૂર કરી હળની ૧ ખેડ અને કરબ ની ૨ થી ૩ ખેડ કરી જમીન સમતલ અને ભરભરી બનાવવી.

જાતો

સારૂ ઉત્પાદન મેળવવા ઉનાળુ વાવેતર માટે અનુકૂળ સફેદ તલની જાતો ગુજરાત-1,2,3 અને કાળા તલની જાત ગુજરાત તલ-10 પસંદ કરવી. અર્ધશિયાળુ તલ માટે પૂર્વા 1 જાત પસંદ કરવી.
બીજ માવજત
આપની મહેનત પર બીજજન્ય ફૂગ પાણીના ફેરવે તે માટે વાવણી પહેલા બીજને 3-4 ગ્રામ થાયરમ/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.

વાવણી તકનિક

ચોમાસુ પાકની વાવણી જૂન-જુલાઇ માસમાં વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવી. ઉનાળુ વાવણી ફેબ્રુવારી મહિનાના બીજા પખવાડિયે તાપમાન વધવા લાગે ત્યારે કરવી. અર્ધ શિયાળુ તલની વાવણી 15મી ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર સુધી કરવી. ચોમાસુ અને અર્ધશિયાળુ તલ 60 x 15 સેમી અંતરે અને ઉનાળુ વાવણી 45 x 15 સેમી અંતરે કરવી. 1 એકર માં ચોમાસુ વાવણી માટે 1 થી 1.25 કિલો, ઉનાળુ માટે 1.25 અને અર્ધશિયાળુ માટે 1 કિલો બીજ લેવું. બીજ નું સમાન વિતરણ થાય એ માટે બીજ ને રેતી ભેગું ભેળવી ને વાવવું.

નીંદણ નિયંત્રણ

સંશોધન મુજબ નીંદણથી 70% જેટલું ઉત્પાદન ઘટી શકે છે, નિયંત્રણ માટે વાવણી પછી 48 કલાકમાં પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ એકસ્ટ્રા) @700 મિલી/એકર/200 લિટર પાણી મુજબ ભેળવી છાંટો.

નીંદણ નિયંત્રણ માટે વાવણીના 15 અને 30 દિવસે એમ બે વખત આંતરખેડ અને હાથનીંદામણ કરવું.

ઊભા પાક માં નીંદણ નિયંત્રણ માટે ઈમાઝેથાપર10%SL (પરશુટ, રૂબ્બ) @500 ml/એકર/160Ltr પાણી મુજબ વાવણી ના 20-25 દિવસે છાંટો.

No comments:

Post a Comment