ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Sunday, 7 February 2016

તળબુચની ખેતીમા જમીનની તૈયારી,વાવણી તકનિક,અને જાતો


જમીન ની તૈયારી

સારા વિકાસ માટે એકરે 15 ટન છાણીયું ખાતર કે 500 kg દીવેલી ખોળ આપવો. જમીનમાં 2 થી 3 ખેડ કરી સમતલ બનાવી અને 1.5 થી 2 મીટર ના અંતરે ચાસ પાડવા.

પાક ની વહેલી અવસ્થાએ ટ્રાઇકોડર્મા વિરડી 250 ગ્રામ 10 કિલો છાણિયા ખાતર સાથે હાર માં આપવાથી જમીન જન્ય ફૂગ થી થતાં સુકારા રોગ ને અટકાવી શકાય છે.

જાતો

સારું ઉત્પાદન મેળવવા નન-8674, મધુબાલા(નનહેમ્સ), NS-252, 701 (નામધારી), F1 બોક્સર, F1 મિડનાઇટ (મહિકો), રાસી સીડ્સની પુસ્કર અથવા મંદાકિની અથવા સ્વીટી અથવા તબાસમ અથવા કાલિંદી, સીજેન્ટા સીડ્સ ની ઓગસ્થા, સુગરકિંગ, શહનશાહ વગેરે જાતો પસંદ કરવી.

બીજ માવજત

બીજ પરનું પડ નરમ બનાવવા અને સારા અંકુરણ માટે બીજને વાવણી પહેલા ગરમ પાણીમાં 30 મિનિટ બોળવાં જેથી તેની સુષુપ્તાવસ્થા દૂર થાય.

શરૂવાતમાં જમીન અને બીજજન્ય રોગોથી છોડને બચાવવા માટે વાવણી પહેલા બીજ ને કાર્બેંડાઝીમ 50WP @3 ગ્રામ/કિલો બીજ પ્રમાણે પટ આપવો.

વાવણી તકનિક

સારા વિકાસ માટે વાવણી જૂન-જુલાઇમાં 2-2.5 m x 1-1.5 મીટરના અંતરે કરવી.
ઉનાળુ પાક ની વાવણી જાન્યુઆરી-ફેબ્રુઆરી માં કરવી.
સારા વિકાસ માટે ઉગાવાના 8-10 દિવસે ખામણે એક તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડ દૂર કરવા,છોડની વૃદ્ધિ નિકની એકબાજુએ થવા દેવી.

ખેતી વિષયક માહિતી‌ મેળવો વોટસએપ પર .સંપર્ક કરો આ નંબરનો
મો:9714989219
વેબસાઈટ: www.krushijivan.blogspot.com

No comments:

Post a Comment