ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 4 February 2016

તુવેરના પાક વિશે માહિતી:- જમીન ની પસંદગી , જમીનની તૈયારી, બિજ માવજત,આબોહવા


આંતરપાક તરીકે તુવેર

ઉનાળુ પાકની વાવણી ફેબ્રુઆરી થી માર્ચ મહિના દરમ્યાન કરવી. આંતરપાક તરીકે રીંગણ, ગુવાર, ચોળી અને ભીંડા વાવવા. સામાન્ય રીતે તુવેરનું વાવેતર બાજરી, જુવાર, મકાઇ, મગફળી વગેરે પાકો સાથે આંતરપાક અને મિશ્રપાક તરીકે કરવામાં આવે છે. છેલ્લા દિવસોમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીના પાક સાથે આ પાક વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. જેમાં મુખ્યત્વે નીચેની પદ્ધતિથી કરવામાં છે.
મગફળી સાથે તુવેરનો પાક રિલે પાક તરીકે
સંશોધન ના પરિણામો પરથી ભલામણ કરવામાં આવેલ છે કે, રીલે પાક પદ્ધતિમાં મગફળીના ઊભા પાકમાં છેલ્લી આંતરખેડ કર્યા પછી તુવેરને મધ્યમ મોડી પાકતી જાત મગફળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયા વગર તુવેરનું ઉત્પાદન મેળવી શકાય છે. જે પાછળથી વરસાદની ખેંચ હોય અને પિયત-વ્યવસ્થા ન હોય તો વહેલી પાકતી જાતોનું વાવેતર પણ કરી શકાય છે.
મગફળી સાથે તુવેરનો પાક આંતરપાક તરીકે
આંતરપાક પદ્ધતિમાં ઉભડી મગફળીની ત્રણ હાર અથવા વેલડી મગફળીની બે હાર પછે વહેલી પાકતી તુવેરની જાતો/હાઇબ્રીડની એક હારનું વાવેતર કરવાથી એકલી મગફળીના પાક કરતાં વધુ નફો મેળવી શકાય છે તેમજ ઓછા વરસાદની પરિસ્થિતીમાં એકલી મગફળીના પાકનું ઓછા ઉત્પાદનનું જોખમ ઘટાડી તુવેરનું ઉત્પાદન પણ સાથે સાથે મેળવી શકાય છે.

જમીનની પસંદગી

સામાન્ય રીતે આ પાકની વાવણી બિનપિયત પાક તરીકે થાય છે માટે તેની ખેતી કરવા ભેજ સંગ્રહ કરી શકે એવી જમીન વાવેતર માટે પસંદ કરવી જોઈએ. ગોરાડું, બેસર, મધ્યમ કાળી અને ભારે કાળી જમીન આ પાકને અનુકૂળ આવે છે.

જમીનની તૈયારી

તુવેરનો પાક ઊંડા મૂળવાળો પાક છે. આ માટે જમીન ની સારી રીતે ખેડવી જોઈએ. અગાઉના પાકની કાપણી બાદ એક - બે હળથી ખેડ કરી એક - બે કરબ થી ખેડ કરી જમીન ભરભરી બનાવવી. પાણીના ભરાવાથી મૂળનો કહોવારો રોગ થાય છે અને ભેજ ખેચથી પણ પાકને માઠી અસર થાય છે માટે જમીન તૈયાર કરતી વખતે 3 થી 4 ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર નાખવું. ત્યારબાદ સમાર મારી જમીન સમતલ કરવી.

વાવણી સમય

જુલાઇ માસમાં વાવણી લાયક વરસાદ થયે વાવણી કરી દેવી જોઈએ. ઉનાળુ પાકની વાવણી ફેબ્રુઆરી થી માર્ચ મહિના દરમ્યાન કરવી. આંતરપાક તરીકે રીંગણ, ગુવાર, ચોળી અને ભીંડા વાવવા.
જાતો
જમીન અને આબોહવાની આધારે નીચે મુજબ જાતો પસંદ કરવી જોઈએ.
તુવેરનો પ્રકારજાતપાકવાના દિવસોદાણાનો રંગ અને કદખાસિયત
વહેલી પાકતી જાતોઆઈ.સી.પી.એલ-87110 - 125લાલ, મધ્યમ કદશિંગો ઝૂમખામાં બેસે છે
મધ્યમ મોડી પાકતી જાતોબી. ડી. એન. - 2175 થી 180સફેદ મધ્યમ કદ

બીજમાવજત

બીજને વાવતાં પહેલા 3-4 ગ્રામ થાયરમ/1 કિલો બીજ પ્રમાણે અને ત્યારબાદ રાઈઝોબિયમ કલ્ચર 250 ગ્રામ/10 કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.

બીજને રાયઝોબિયમ કલ્ચર@250ગ્રામ/10 કિલો બીજ પ્રમાણે પટ આપવાથી પ્રતિ એકર 80 કિલો નાઇટ્રોજન સ્થિરીકરણ થાય છે

બીજ ઉપર વાવણીના અગાઉ વ્રુધી પ્રેરક (સીડસેલ) નું 5-10 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવાથી મૂળ અને ડાળીઓ ના ઝડપી વિકાસ થાય છે॰

સારા અંકુરણ માટે 1 kg બીજને 20gm CaCl2/Ltr પાણીવાળા 650ml દ્રાવણમાં 4 કલાક બોળી રાખી સુકવવ

No comments:

Post a Comment