નીલ ગાય જેવા પ્રાણીઑ થી પોતાના પાક , શાકભાજી ને બચાવવા નીચે પ્રમાણે ની રીતો અપનાવવા થી ઘણો ફાયદો થાય છે
રીત ૧
નીલ ગાય ના છાણ ને ખેતર ની ચારે બાજુ છાટી દેવા થી ફાયદો થાય છે.
રીત ૨
નીલ ગાય નુ છાણ કા પછી ગાય નુ છાણ ૩ કિલો
છાસ ૧ લીટર
પાણી ૧૦ લીટર
સવાર થી પલાળી સાંજે ખેતર ફરતે છાટી દેવાથી પણ ફાયદો થાય છે.
રીત 3
કલર કલર ની નકામી જૂની સાડી ઑ ખેતર ફરતે લગાડવા થી પણ નીલ ગાયનો ત્રાસ ઑછો રહે છે.
રીત 4
જો તમારા વિસ્તાર મા પ્રાણીઑની હેરાનગતિ બહુ હોય તો આ ઍક સફળ ઉપાય છે
કલર કલર ની સાડીઑ જે બજાર મા સસ્તા મા મળી રહે છે તે અથવા નકામુ કલર કલર નુ કાપડ ખેતર ફરતે થોડા થોડા અંતરે લાકડા ના ટેકે ઉડતુ રહે તેમ લગાડી દેવુ તેનાથી મોટા ભાગ ના પ્રાણીઑ બીવે છે અને ખેતરથી દૂર રહે છે.
જો તમારા ખેતર ફરતે જાળ હાય તો પણ આ પ્રયોગ કરવો કારણ કે પક્ષી ઑ પણ આ કલર કલર ના ઉડતા કપડા થી બીવે છે અન પાક ની નુકશાન પહોચડતા નથી.
- આશીષ જાડેજા
No comments:
Post a Comment