આબોહવા
દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારને બાદ કરી ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પાક સહેલાઈ થી થઈ શકે છે. ભેજવાળા વાતાવરણમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધારે રહે છે. દાડમના પાકને ઠંડો શિયાળો અને ગરમ સૂકો ઉનાળો વધારે માફક આવે છે. ફળના વિકાસ દરમ્યાન તથા ફળ પાકે ત્યારે ગરમ અને સૂર્ય પ્રકાશિત હવામાન વધારે માફક આવે છે. આથી દાડમમાં હસ્ત બહારનો પાક લેવામાં આવે છે.
સ્થળ અને જાતો ની પસંદગી
જમીન અને જમીનની તૈયારી
આ પાકને મધ્યમ કાળી અને ગોરાડું જમીન વધારે માફક આવે છે. પરંતુ હલકી રેતાળ અને છીછરી જમીનમાં પણ થઈ શકે છે. આ પાક ભારે કાળી જમીનમાં લેવો હિતાવહ નથી કારણ કે ભારે કાળી જમીન જલ્દી ભેજ છોડતી નથી પરિણામે છોડને આરામ ન મળતો હોઈ બારે માસ વધતા ઓછા પ્રમાણમાં ફૂલ અને ફળ બેઠા કરે છે. આ પાક સાધારણ ખારાશ સહન કરી શકે છે. જમીનનો પી. એચ. આંક 6.5 થી 8.0 સુધી અનુકૂળ છે.
સ્થળની પસંદગી
બગીચો લગાવતા પહેલા નીચેની બાબતો નું ધ્યાન રાખો.
1. ફળોનો બગીચો લગાવવા માટે એવું સ્થાન પસંદ કરવું કે જેમાં પહેલા થી જ કોઈને કોઈ બગીચા હોય અને ફળ ઉત્પાદન માટે જાણીતું હોય જેથી તેમાં ઉત્પાદકો ના જ્ઞાન અને અનુભવો નો લાભ ઉઠાવી શકીએ. ત્યાં ઉપલભ્ધ બીજી સુવિધાઓ નો પણ ઉપયોગ થઈ શકે.
2. સ્થાન-વિશેષ પર આવવા જવા માટે માર્ગ વાહનવ્યવહાર કે રેલવેની સુવિધા હોવી જોઈએ જેથી ફળોને યોગ્ય સ્થળે કે બજાર માં મોકલી શકાય.
3. સ્થાન-વિશેષ કોઈ જાણીતા બજાર ની નજીક હોવું જોઈએ.
4. સ્થાન-વિશેષ પર પાણી ની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
5. હવામાન ફળ ઉત્પાદન માટે યોગ્ય હોવું જોઈએ.
6. જમીન ફળ ઉત્પાદન માટે ઉત્તમ હોવી જોઈએ.
7. જળ નિકાસ ની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
8. મજૂરો ની વ્યવસ્થા હોવી જોઈએ.
Sunday, 24 January 2016
દાડમની ખેતી વિશે (આબોહવા અને સ્થળની પસંદગી)...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment