જીવાત નિયંત્રણ
ઊધઈ
ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
કાતરા
કાતરા દિવસે જમીનમાં સંતાઈ રાત્રે નુકસાન કરે છે. નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
મોલોમશી
મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
પોપટા કોરી ખાનાર ઇયળ
આ જીવાતનું ફૂદું પીળાશ પડતાં બદામી રંગનું હોય છે. ઇયળો ઘણા રંગોમાં જોવા મળે છે પરંતુ ખાસ કરીને લીલા અથવા ભૂરા રંગની અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટીઓવાળી હોય છે. લીલી ઇયળ અતિશય ખાઉધરી અને બહુભોજી હોય છે. પોપટા કે શિંગોમાં કાણું પાડી શરીરનો ભાગ અડધો ભાગ શિંગોમાં દાખલ કરી ખોરાક લેતી હોય છે. ઇયળ અવસ્થા લગભગ 12 થી 20 દિવસ ની હોય છે તે દરમિયાન ઘણી જ શિંગોમાં કાણાં કરી દે છે. નિયંત્રણ માટે નીચે મુજબ ના ઉપાયો કરવા.
• લીલી ઇયળ પૂર્ણ વિકસિત થયા બાદ જમીનમાં કોશેટા બનાવે છે. આથી પાકની કાપણી બાદ ખેતરમાં ઊંડી ખેડ કરવી. આથી કોશેટા બહાર આવતા પક્ષીઓ અને સૂર્યપ્રકાશની ગરમીથી તેનો નાશ થાય છે.
• શેઢાપાળા પર રહેલ નીંદણ પર ઇયળ નભે છે માટે તેનો નાશ કરવો.
• પ્રકાશપિજર ગોઠવી ફૂદાનો નાશ કરી શકાય.
• 1 એકર માં 40 ની સંખ્યામાં પક્ષીઓને બેસવા માટે T આકાર ના સ્ટેન્ડ ખેતરમાં ઊભા કરવા.
• લીલી ઇયળની ફૂદીને પીળા રંગ પ્રત્યે ઘણું જ આકર્ષણ હોય છે. પાકને ફરતે છૂટાછવાયા ગલગોટા વાવવા અને તેના પર નિયમિત દવાનો છંટકાવ કરવો.
No comments:
Post a Comment