તંદુરસ્ત પશુના મોઢા પર અમૂક પ્રકારનું તેજ હોય છે, તે ચપળ અને હોંશિયાર દેખાય છેપશુપાલકના ડચકારાથી દિશા તરફ જોશે અને કાન ઊચા કરશે. નાકનાં ફોરણાં ઉપરનાં કાળા ભાગ ઉપર ઝાકળનાં ટીંપા જેવા પાણીનાં ટીંપા બાઝેલા હોય છે. ખોરાક તથા પાણી બરાબર લે છે. મળ-મૂત્રનો રંગ, ગંધ અને બાંધો સામાન્ય હોય છે. શ્વાસની કિ્રયા નિયમિત હોય છે. ઉત્પાદન અને કાર્યશકિત બરાબર હોય છે. પશુઓમાં રોગ અવસ્થાની જાણ જે તે રોગના લક્ષાણોથી થાય છે. રોગિષ્ટ પશુમાં ઉપર જણાવેલ બાબતો વિપરીત જોવા મળે છે.
No comments:
Post a Comment