ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 16 December 2015

તૂવેર અને ચણા જેવા કઠોળ પાકોમાં રોગ તથા જીવાતને અટકાવવા શું પગલા લેવા જોઈએ. ?

         તુવેર અને ચણામાં મોલોમશી, થ્રિપ્સ, શીંગનાં ચૂસિયાં, લીલી ઈયળ, શિંગમાખી, પીછીંયુ, ફૂંદુ, ટપકાંવાળી ઈયળ અને ભૂરા પતંગીયા વગેરે જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે, તેના સંકલિત નિયંત્રણ માટે નીચે જણાવેલ ઉપાયો હાથ ધરવા. (૧) ઉનાળામાં જમીનને સારી ખેડ કરી તપવા દેવી. ખેડવાથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવવાથી ઉનાળાની સખત ગરમીથી નાશ પામશે તથા પરભક્ષી પક્ષીઓથી ભક્ષણ થશે. (૨) કઠોળપાકોમાં લીલી ઈયળના ફેરોમોન ટ્રેપ હેક્ટરે ૪૦ ની સંખ્યામાં લગાવવાથી તેમાં નર ફૂદાં પકડાય છે. આમ ખેતરમાં નર ફૂદીંની સંખ્યામાં ઘટાડો થવાથી માદા દ્વારા જે ઈંડાં મૂકાય તે અફલિત રહે છે. આમ, પેઢી દર પેઢી તેનો ઉપદ્રવ ઘટતો જાય છે. આ પધ્ધતિનો અમલ સામૂહિક ધોરણે કરવાથી સારા પરિણામ મેળવી શકાય. (૩) ફેનાવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટરમાં પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ફેનાવાલરેટ ૦.૪ % ભૂકી ૨૫ કિ.ગ્રા./હે. પ્રમાણે ઉપયોગ કરવાથી લીલી ઈયળ તેમજ શીંગ માખી સામે રક્ષણ મેળવી શકાય. (૪) શાકભાજી માટેની તુવેરમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી લીલી ઈયળ તેમજ શિંગમાખી સામે અસરકારક પુરવાર થયેલ છે. (૫) તુવેરના પાકમાં ૫૦% ફૂલ બેસવાની અવસ્થાએ ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ ઈસી ૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શિંગો કોરીખાનાર ઈયળો સામે રક્ષણ મેળવી શકાય છે. (૬) ઉધઈ ઉપદ્રવિત પાકમાં પિયત સાથે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨.૫ લિટર દવા ટીપે ટીપે આપવી. વધારે ઉપદ્રવ હોય ત્યારે પિયત કર્યા પછીના દિવસે પંપની નોઝલ કાઢી ક્લોરપાયરીફોસ (૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી) છોડના થડ પાસે જમીનમાં આપવી. (૭) ચૂસિયાં પ્રકારની જીવાતો (મોલો-મશી, તડતડીયાં, થ્રિપ્સ, લાલકથીરી અને સફેદમાખી) નો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતા વધારે હોય ત્યારે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન ૪૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. (૮) પાકની વાવણી પહેલા કાર્બોફ્યુરાન ૩ જી અથવા ફોરેટ ૧૦ જી પૈકી કોઈપણ એક દવા હેક્ટરે ૧ કિલો અસલ તત્વ રૂપે ચાસમાં આપવાથી પાકને શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો તેમ જ જમીનજન્ય જીવાતોથી થતા નુકસાન સામે રક્ષણ પૂરૂં પાડે છે. (૯) તુવેરની શિંગ કોરનાર ઈયળ તેમજ શીંગમાખી સામે પ્રતિકારક જાતોની વાવણી કરવી , (૧૦) મધ્યમ મોડી પાકતી તુવેરની જાતો આઈપીસીએલ-૩૩૨, આઈપીસીએલ-૮૪૦૬૦ અને આઈપીસીએલ-૨૭૦મા લીલી ઈયળનો ઉપદ્રવ ટી-૧૫-૧૫, બીડીએન-૨ અને પ્રભાત જાતોની સરખામણીમાં ઓછો જોવા મળે છે.

No comments:

Post a Comment