તુવેરના પાકમાં વહેલી વાવણી કરવાથી વધારે સમય સુધી પાક જમીનમાં ઊભો રહે છે અને છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે. મોડુ વાવેતર કરવાથી છોડની વૃદ્ધિ બરાબર થતી નથી અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છેતુવેરના પાકને વાવવા માટેનો યોગ્ય સમય ૧પ જુલાઈ થી ૧૦ ઓગષ્ટ સુધી તુવેરનું વાવેતર કરવાથી સારૂં ઉત્પાદન મળે છે. અને છોડની વૃદ્ધિ પણ માફકસર રહે છે.અંતર બાબતની વાત કરીએ તો બે હાર વચ્ચે ૯૦ સે.મી. એટલે કે ત્રણ ફૂટનું અંતર રાખવું અને બે છોડ વચ્ચે ર૦ સે.મી. અંતર રાખવું.
No comments:
Post a Comment