ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Sunday 22 November 2015

ઘર આંગણે ગાર્ડન‌ કઈ રિતે બનાવશો?....

મિત્રો આપણે ઘરના આંગણામા નાનુ બાગ બનાવીએ છીયે. આપણે તેમા મોટા ભાગે શુસોભન ના છોડ અને વૃક્ષોનુ ઉછેર કરતા હોઇયે છીયે.પરંતુ આપણે એવા ગાર્ડનનુ નિર્માણ કરવુ જોઇયે જે આપણને ઉપયોગી‌ નિવડે. આ માટે આપણે આયુર્વેદિક વનસ્પતિઓ તથા શાકભાજીનો ઉછેર કરવો જોઇયે જે આપણને ફાયદાકારક  નિવડશે...

આજકાલ માર્કેટમા શાકભાજીના બિયારણ માટેના નાના પેકિંગ મળી રહે છે. તથા તેના તૈયાર ધરુ બજારમાથી મળી રહે છે. તમારી ઇચ્છા અનુસાર શાકભાજી તમે કરી શકો છો. એવિ શાકભાજીની પસંદગી કરવી કે જે ટુંક સમયમા ઉત્પાદન આપે. બટાટા , ડુંગળી, ફુલેવર ,કોબીજ વગેરે જેવી શાકભાજી લાંબા સમયની હોય છે અને વધુ જગ્યા માંગી લે છે.તમે મરચી,રીંગણ,તુવેર,ભીંડા,વટાણા,ટામેટા વગેરે શાકભાજી કરી શકો છો. વેલા વાળી શાકભાજી‌ વાડ પર કે અલગ માંડવો બનાવિને પણ કરી શકાય છે.

ગાર્ડન બનાવવા માટે જમીનની તૈયારી કરવી...

મિત્રો ઘર આગંણાની જમીન પ્રમાણમા ઓછી ફળદ્રુપ હોય છે આથી તેને સૌપ્રથમ ફળદ્રુપ બનાવવી જરુરી છે.આ માટે સૌપ્રથમ જમીન 8 ઇંચ જેટલી ખોદી માટી બહાર કાઢવી ત્યાર બાદ તેમા સારુ કોહવાયેલુ છાળ્યુ ખાતર મિશ્ર કરવુ. આ માંટીને ગાર્ડન બનાવાની જગ્યાએ પાછી નાંખી દેવી. મોટા બિજ વાળી શાકભાજી નો બિજ જમીનમા ઉગી જાય છે પરંતુ મરચી જેવા નાના બીજ વાળી શાકભાજી માટે ધરુ તૈયાર કરી તેનુ વાવેતર કરવુ પડે છે.

માવજત કઈ રીતે લેશો?

મિત્રો સમાન્ય રિતે સવાર અને સાંજે ફુવારાથી અથવા સગવડ અનુસાર પાણી આપી શકાય પરંતુ વધુ પાણી છોડમા‌ કોહવારો લાવે છે આથી પાણી ભરાઇ ના રહે તેની કાળજી લેવી. જો ઇયળ કે ઉધઈ જળાય તો જરુરી દવાનો ઉપયોગ પણ કરી શકો છો.

ઉત્પાદન

શાકભાજી અંદાજીત 35 થી 40 દિવસમા તૈયાર થઈ જાય છે અને 4 થી 6 મહિના સુધિ ઉત્પાદન આપે છે.સારી માવજત અને દેખરેખ હોય તો તમે સારુ એવુ ઉત્પાદન લઈ શકો છો.

No comments:

Post a Comment