
કેન્દ્ર સરકારે કઠોળના ભાવ પર નિયંત્રણ માટે ઝીરો ઇમ્પોર્ટ ડ્યૂટીની મર્યાદા વધારી દીધી છે. ચણા અને મસૂર પર ઝીરો આયાત ડ્યૂટીની સમય મર્યાદા 31મી ડિસેમ્બર સુધી વધારી દીધી છે. મોટાભાગના કઠોળ માટેની આયાત ડ્યૂટીની મર્યાદા આગળના આદેશ સુધી વધારી દીધી છે. કઠોળ પર આયાત ડ્યૂટીની સમયમર્યાદા આજે પૂરી થઈ રહી હતી. આ વર્ષે પ્રતિકૂળ હવામાનના લીધે દેશમાં પાકના ઉત્પાદનમાં ઘટાડો આવવાથી ભાવમાં તેજી જોવા મળી છે.
કૃષિ મંત્રાલયના મતે ખરીફ દરમ્યાન અંદાજે 55.6 લાખ ટન કઠોળના ઉત્પાદનની ધારણા છે. ત્યારે રવિ સીઝન દરમ્યાન 130 લાખ ટન કઠોળના ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર એ કઠોળના પુરવઠા અને રિટેલ ભાવમાં આવેલી તેજીને કાબૂમાં લેવા માટે આયાતનો રસ્તો અપનાવ્યો છે. વિદેશોમાંથી આયાત કરાયેલ 1792 ટન તુવેર દાળનો પહેલો પુરવઠો આવતા ગયા સપ્તાહે દેશમાં પહોંચી ચૂકી છે. જ્યારે અડદ દાળનો પહેલો પુરવઠો 20મી ઑક્ટોબરના રોજ પહોંચશે. કેન્દ્ર સરકારે આયાતી તુવેર દાળ રાજ્યોને તેમની માંગના હિસાબથી વહેંચણી કરાઈ રહી છે. પૂર્વમાં આયાત કરાયેલ ઑર્ડરનો બાકી 5000 ટનનો બીજો જથ્થો એક ઑક્ટોબર એટલેકે આજે દેશના પોર્ટ પર પહોંચવાની આશા છે.
દેશમાં આ વર્ષે કઠોળના ઉત્પાદનમાં ઘટાડાના લીધે જથ્થાબંધ બજારમાં તુવેર દાળના ભાવ રેકર્ડબ્રેક એક કિલોગ્રામ દીઠ રૂ.150 સુધી પહોંચી ગયો છે. ત્યારે મગ અને મસૂર દાળનો ભાવ કિલોદીઠ રૂ.100ને પણ પાર કરી ગયો છે. કઠોળના વધતા ભાવને નિયંત્રણ કરવા માટે સરકારે આયાત સિવાય તેના સ્ટોક પર લિમિટ પણ મૂકી દીધી છે. રાજ્ય સરકારને સંગ્રહખોરીની વિરૂદ્ધ કડક પગલાં લેવામા આવશે.
No comments:
Post a Comment