• તમાકુનું બીજ ખૂબ જ નાનું હોવાથી સીધું જ ખેતરમાં વાવવું હિતાવહ નથી.
• બીજને રેતીમાં ભેળવી વાવેતર કરવું જેથી જમીનમાં એકસરખું પથરાઈ જાય.
• ધરૂના તંદુરસ્ત અને સારા વિકાસ માટે ધરૂવાડીયાના ક્યારાની પહોળાઈ 1.2 થી 1.5 મીટર અને લંબાઈ 15 થી 20 મીટર રાખવી.આનાથી ધરૂનો કોહવારો ઓછો આવે છે.
• વાવણી માટેનો બીજદર 2 કિલો/એકર થી વધુ ના રાખવો.આનાથી ઉગાવો મોડો અને વિકાસ ઓછો થાય છે જેનાથી ધરૂના કોહવારાની શક્યતા વધી જાય છે.
• અળસી ધરૂ ઉપર માટીના ઢગલા કરે છે.નિયંત્રણ માટે વાવણીના 10 દિવસે ક્લોરપાયરીફોસ 30 મિલિ/15 લિટર પાણી (2 લિટર/ચોરસ મીટર) પ્રમાણે નર્સરીમાં નાખો.
• કલકતી તમાકુની ધરૂની વાવણી 2 to 2.5 કિલો/એકર બીજદર પ્રમાણે સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડીયાથી ઓક્ટોમ્બરના પ્રથમ અઠવાડીયા સુધી કરવી.
• ધરૂને નુકસાન ના થાય તે માટે ધરૂવાડીયામા શરૂઆતમા ઝારા વડે નિયમિત પાણી આપવુ,બરાબર ઉગ્યા પછી નિક દ્વારા પાણી આપી શકાય.
• 12 થી 15 સેમી ઊંચા અને 4 થી 5 પાન વાળા ધરૂવાવણી રોપણી માટે ઉત્તમ ગણાય.
[Image Source: ICAR-CTRI]
•કલકત્તી તમાકુ માટે ધરુ ઊછેરમાં હેક્ટરે 58 કિલો નાઈટ્રોજન નાખવાની ભલામણ છે. આમાનો 38 કિગ્રા નાઈટ્રોજન પાયામાં નાખો.
No comments:
Post a Comment