પૃથ્વીની ઉત્પતિ બાદ જમીનનુ પડ બનવા માટે લાખો વર્ષોનો સમયગાળો પસાર થયો હોવાનુ માનવામા આવે છે. પૃથ્વી ઉપર આવેલા ખડકો અને ખનીજોના રાસાયણીક્ અને ભૌતિક વિધટન દ્વારા આ જમીન બને છે. જેને આપણે ધરતીમાતા કહિએ છીયે. અને ખેડુત એ ધરતી માતાનો લાલ છે. આ ધરતીપુત્રની સમૃધ્ધિનો આધાર જમીનની તંદુરસ્તી પર રહેલો છે. કારણ કે, ખેતીનો મુખ્ય પાતો તો જમીન જ છે. જમીનની વૈજ્ઞાનિક ઢબે સાચવણી કરી તેને ખેતી માટે ઉપયોગમા લેવામા આવે છે. મહત્તમ પાક ઉત્પાદન મેળવી શકાય.
જમીન ફ્ળદ્રુપતાનો પરીચય
જમીનનો બાંધો વ્યવસ્થિત અને દાણાદાર ન હોય તો જમીનમા પુરતા ખાતરો આપવા છતાય તેમની અસર આવતી નથી. આવા સંજોગોમા જમીનમા હવાની અવરજવર તથા જમીનમાનો ભેજ પાક ઉત્પાદન માટે મર્યાદિત પરિબળો તરીકે વર્તે છે. જો અપુર્તો ભેજ હોય તો છોડ પોષક તત્વો લઈ શકતો નથી. બીજનુ સ્ફુરણ , છોડની વૃધ્ધિ માટે તથા પાક ઉત્પાદન માટે જમીન , પાણી અને હવાનો સંબંધ અગત્યનો છે, જે જમીનના બાધા પર આધારીત છે. તેથી જ જમીનનો બાધો એ જમીનની ફળદ્રુપતાની ચાવી છે.
જમીનની ફળદ્રુપતા એટલે જમીનમા રહેલા છોડના પોષક તત્વો સમતોલ રીતે પાક ઉત્પાદન માટે પુરા પાડવાની જમીનની શક્તિ. વધુ સારા ઉત્પાદન માટે પુરા પુરા પાડવા જમીનની નિતારશક્તિ. વધુ સારુ ઉત્પાદન મેળવવા હંમેશા જમીન ની ફળદ્રુપતા ઉચ્ચ ક્ક્ષાએ જાણવી રાખવી જોઇયે. જરૂર જણાયે જમીન નુ પરીક્ષણ કરાવી તેની જોઈતી માવજત આપવી જોઇયે.
No comments:
Post a Comment