મિશ્ર જીવાણુ કલ્ચર
જમીનની ફળદ્રુપતાનુ ખેતીમા ધણુ મહત્વ છે. રાષાયણિક ખાતરના અયોગ્ય ઉપયોગથી તથા દેશી ખાતરના ઓછા વપરાશથી જમીનની ફળદ્રુપતા ઘટી છે.જમીનની પી.એચ. તથા ક્ષારનુ પ્રમાણ વધ્યુ છે.જેના કારણે રાષાયણિક ખાતરની જરૂરત અને ખેતી ખર્ચ પણ વધ્યા છે.જમીનની પી.એચ. જો ૬.૦૦ થી ૭.૫૦ વચ્ચે લાવવામા આવે તો ફળદ્રુપતામા વધારો થઈ શકે છે. ઇનોકેરમાથી સેકેંડરી કલ્ચર બનાવવામા આવે છે જેનાથી આગલા પાકના કચરાને જમીનમા જ કોહાવડાવી , ખાતરમા ફેરવવામા આવે છે. આ સાથે જમીનની પી.એચ. પણ યોગ્ય થતા ખાતરની જરૂર પણ ઘટે છે. પોષણ લભ્ય બનતા પાકોની રોગ પ્રતીકારક શક્તિમા વધારો થાય છે. અને ઉપજમા પણ વધારો થાય છે.
સેકન્ડરી કલ્ચર બનાવવાની વિધિ.....
૧. ઇનોકેર = ૨૫૦ એમ. એલ.
૨.આઇ સર્જ = ૫૦ એમ.એલ.
૩.ગોળ = ૮ કિલો
૪. પાણી = ૨૦૦ લિટર
૫. ખેતરની માટી =૧ કિલો
૬. ગાયનુ છાણ = ૧ કિલો
ઉપરોકત તમામ સામગ્રીને એક પ્લાસટીકના ૨૦૦ લિટરના ડ્રમમા લઈ ૮ થી ૧૦ દિવસ સુધી કોહવડાવો.આ દ્રાવણને રોજ બે વાર હલાવવુ. ૯થી ૧૦ દિવસે ઉપરના ભાગે સફેદ/આછી પીળી છારી બાજે પછી વાપરવૂ.
પિયત સાથે = ૧૩૦ થી ૧૪૦ લિટર
છંટકાવ = ૬૦ થી ૭૦ લિટર
મિત્રો ઇનોકેરની મદદથી આપણે 200 લિટર બેક્ટેરિયા બનાવી શકીયે છિયે... જેને જમીનમા ઉમેરવાથી તે હવામાનો નાઇટ્રોજન જમીનમા ઉમેરે છે આથી નાઈટ્રોજન યુક્ત ખાતરોની જરૂરત ઘટે છે... આ બેક્ટેરીયા આપણે ખુબજ ઓછા ખર્ચમા બનાવી શકીયે છીયે. એક અંદજ પ્રમાણે જોઇયે તો 1 લિટર બેક્ટેરિયા ની કિંમત માત્ર 2 થી 3 રૂ છે . આમ ઇનોકેર્ ખુબજ ઓછા ખર્ચમા જમીનને વધુ ઉપજાવ અને ફળદ્રુપ બનાવે છે...
નોધ: સેકેંડૅરી કલ્ચરમા પ્રતી એમ.એલ. આશરે ૧૦૦ કરોડથીદ પણ વધુ જીવાણુ હોય છે. જે ખેતરમા રહી હવામાનો નાઈટ્રોજન જમીનમા ઉમેરે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો મો.૭૨૦૨૮૨૪૦૬૩ વારીશ ખોખર.....
No comments:
Post a Comment