ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 27 April 2016

ટામેટા:- વાવણી અને અન્ય માવજતો


        ચોમાસા પાકની વાવણી જૂન મહિનામાં કરવી અને અર્ધશિયાળુ પાકની વાવણી ઓગષ્ટ માસમાં કરવી. એક એકર વિસ્તાર માટે 80 થી 100 ગ્રામ બીજની જરૂર પડશે. એક એકરમાં 8 થી 10 હજાર રોપા હોવા જોઈએ. આ માટે 90 x 75 સેમી અથવા 70 x 60 સેમી અંતર રાખવું.

          ધરૂઉછેર માટે ભલામણ કરેલ બીજદર જ રાખવો. વધારે બીજદર રાખવાથી ધરૂનો ઉગાવો મોડો થાય છે. છોડ પાતળા, ઊંચા તથા પમરૂ થઈ જાય છે અને ધરૂનો કહોવારો આવવાની શક્યતા વધી જાય છે. બીજની રોપણી કરતાં પહેલા ગાદી ક્યારામાં હળવું પાણી આપવું. વરાપ થયેલ ક્યારાની જમીનને ખોદી રાસાયણિક ખાતરો ભલામણ મુજબ આપવા. ધરૂવાડિયામાં નાના છોડને ઊધઈ, લાલ ડીડી, અળસિયા, કૃમિ તેમજ ચૂસિયા પ્રકારની જીવાતથી ગંભીર નુકશાન થતું હોય છે. તેની સામે રક્ષણ માટે એક ગુંઠામાં 300 ગ્રામ કાર્બોફ્યુરાન ક્યારામાં પાયાના ખાતર સાથે આપવું, ત્યારબાદ પંજેઠી મારી ક્યારાને સમતલ કરવા. સમતલ કરેલ ક્યારામાં લાકડાની પંજેઠીના દાંતાથી 10 સેમી ના અંતરે છીછરા (2 થી 2.5 સેમી) ચાસ ખોલવા. ક્યારા દીઠ નક્કી કરેલ માવજત આપેલ બીજાના જથ્થા ઝીણી રેતી ભેળવી દરેક ચાસમાં બીજ સરખા અંતરે અને સરખા માપે પડે તે રીતે નાખવું.
ધરૂવાડિયાની માવજત
• ધરૂવાડિયામાં જરૂરિયાત મુજબ ઝારા કે ફુવારાની મદદથી પાણી આપતા રહેવું.
• એગ્રોનેટનો ઉપયોગ કરવાથી જમીનમાથી ભેજ ઝડપથી ઊડી જતો હોય છે જેથી ક્યારેક એકાંતરે દિવસે બપોર પછી પાણીનો છંટકાવ કરવો.
• ચોમાસા દરમ્યાન જ્યારે વરસાદ હોય ત્યારે પાણી ભરાઈ ના રહે તે માટે ક્યારાની પાળી ઉપર ખરપડી/દાતરડાની મદદથી નાની નાની નીકો થોડા થોડા અંતરે કરવી.
• બીજનો પૂરતો ઉગાવો થયા બાદ 4 થી 5 દિવસ પછી ઘાસનું આવરણ દૂર કરવું. ક્યારા રહેલ ઘાસ-કચરાને બરાબર વીણી સાફ કરવા.
• ક્યારા સાફ કર્યા પછી મેટાલેક્સીલ એમ ઝેડ (રીડોમીલ) નો @2ગ્રામ/10 લિટર પ્રમાણે છંટકાવ કરવો જેથી ધરૂના કોહવારાનું નિયંત્રણ થઈ શકશે.
• ધરૂ મોટું થયા પછી વાદળછાયું વાતાવરણ અથવા સતત વરસાદ પડતો હોય તો મેટાલેક્સીલ એમ ઝેડ (રીડોમીલ) નો @2ગ્રામ/10 લિટર પ્રમાણે છંટકાવ કરવો.
• ધરૂવાડિયાને સતત નીંદણમુક્ત રાખવું.
• ધરૂના ઉગાવા પછી 15-20 દિવસ બાદ 500 ગ્રામ નાઇટ્રોજન, એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું.(1 ગુંઠા વિસ્તારમાં)
• ધરૂવાડિયામાં સૂક્ષ્મતત્વોની ઉણપ જણાય તો સૂક્ષ્મતત્વોનો છંટકાવ કરવો.

-વારીશ ખોખર(કૃષિજીવન વોટસએપ ગ્રુપ)

No comments:

Post a Comment