ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Sunday, 31 January 2016

ટપક‌ સિંચાઈ પધ્ધતી વિશે ....ટપક‌ સિંચાઇ પધ્ધતીના ફાયદા.....

ટપક સિંચાઈ પધ્ધતિ (Drip Irrigation)

પાકને મુખ્ય હરોળ, ઉપ હરોળ તથા પાર્શ્વ હરોળના તંત્રને તેની લંબાઈઓના અંતરાલ સાથે ઉત્સર્જન બિંદુનો ઉપયોગ કરીને પિયત કરે છે. પ્રત્યેક ડ્રીપર/ઉત્સર્જક, મુખ દ્વાર પુરવઠા દ્વારા, પાણી તેમજ પોષક તત્વો તથા પાકની વૃદ્ધિ માટે આવશ્યક પદાર્થોની એક સમાન નીર્દારિત માત્રાને વિધિપૂર્વક નિયંત્રિત કરીને, સીધી છોડના મૂળ સુધી પહુંચાડે છે.

પાણી અને પોષક તત્વ ઉત્સર્જક દ્વારા, છોડના મૂળ ભાગથી નીકળીને ગુરુત્વાકર્ષણ અને કોશિકાના સંયુક્ત બળના માધ્યમથી માટીમાં જાય છે. આ રીતે, છોડમાં ભેજ અને પોષક તત્વોની ઉણપને તુરંત જ પુનઃ પ્રાપ્ત કરી શકાય છે, એ સુનિશ્ચિત કરીને કે છોડમાં પાણીની ઉણપ નહીં થાય, આમ, ગુણવત્તા, તેની મહત્તમ વૃદ્ધિની ક્ષમતા અને ઉચ્ચ ઉપજને વધારી શકાય છે.

મોડલ ટપક સિંચાઈ પધ્ધતિની ડીઝાઇન - ટપક સિંચાઈ આજના સમયની માંગ છે, કારણ કે પ્રકૃતિ તરફથી માનવ જાતિને ભેંટ સ્વરૂપે મળેલ જળ સ્ત્રોત અસીમિત અને મફતમાં ઉપલબ્ધ નથી. વિશ્વ જળ સંસધાનોમાં ખૂબ જ તીવ્ર ગતિએ હ્રાસ થઇ રહ્યો છે.

ટપક સિંચાઈ પધ્ધતિના લાભ

ઉપજમાં ૧૫૦ ટકા સુધીની વૃદ્ધિપૂર સિંચાઈની તુલનામાં ૭૦ ટકા પાણીની બચત. આ રીતે બચાવેલા પાણીથી વધુ જમીનને પિયત આપી શકાય છે.પાક સતત સ્વસ્થ રીતે વધે છે અને ઝડપથી પાકે છે.પાક જલ્દી પરિપક્વ થવાને કારણે રોકાણનું ઉચ્ચ અને ઝડપી વળતર પ્રાપ્ત થાય છે.ખાતરના ઉપયોગની ક્ષમતા ૩૦ ટકા વધી જાય છે.ખાતર, આંતર સંવર્ધન અને મજૂરીનું મૂલ્ય ઘટી જાય છે.ખાતર અને રસાયણિક પદાર્થો લઘુ સિંચાઈ પ્રણાલીના માધ્યમથી આપી શકાય છે.બિન-ઉપજાઉ ક્ષેત્ર, ખારાશવાળી, રેતાળ અને પહાડી જમીનને પણ ઉપજાઉ ખેતી હેઠળ લાવી શકાય છે.

No comments:

Post a Comment