જીવાતો
ઊધઈ
ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊધઈનો ઉપદ્રવ ઘટાડવા, પાછલા પાકના જડિયા મૂળિયાં વીણી 4 થી 5 ટન / એકર મુજબ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું. દિવેલીનો કે લીમડાનો ખોળ પણ અસરકારક છે.
લીલી ઇયળ
આ ઇયળ પંચરંગીયા ઇયળ તરીકે પણ ઓળખાય છે. લીલી ઇયળ નો ઉપદ્રવ જાન્યુઆરી ના છેલ્લા અઠવાડીયાથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી વધુ દેખાય છે. તે દુધિયા દાણા ખાઈને નુકસાન કરે છે. દવાનો ખર્ચ ઘટાડવા પક્ષીઓ માટે 8-10 T આકારની રચના ગોઠવવાથી લીલી ઇયળનું કુદરતી રીતે નિયંત્રણ કરી શકાય છે.
ખપેડી
આ જીવાત ભાલના બિનપિયત વિસ્તારમાં વધુ દેખાય છે. તે પહેલા શેઢાપાળા પર નીંદણને અને પછી ઘઉંના કુમળા છોડને ખાય છે.
ગાભમારાની ઇયળ
ગાભમારાની ઇયળ થડની અંદરનો ગાભ ખાઈને નુકસાન કરે છે. જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડ ઉખાડી નાશ કરવો.
No comments:
Post a Comment