ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday 7 December 2015

પશુપાલનમાથી સારી એવી કમાણી કરતા મંદાકિની બહેન...

       મિત્રો આજે તમને હુ એક‌ એવા વ્યકિત વિશે જણાવા જઈ રહ્યો છુ જે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.મિત્રો આજે લગભગ બધાજ લોકો સરકારી નોકરી શોધતા હોય છે.પરંતુ પાલનપુરના રહેવાસી મંદાકિની બહેને શિક્ષકની નોકરી છોડી પશુપાલન ક્ષેત્રે સિધ્ધિ હાશલ કરી છે.
       મંદાકિની બહેન પશુપાલનમા 1,80,000 રૂ. મહિનાદિઠ આવક લે છે. તેમને ત્યા હાલ 100 કરતા વધુ એચએફ ગાયો છે.અને દિવસનુ સરેરાશ 1400 થી 1500 લિટર દુધ થાય છે. મંદાકિની બહેન દુધમાથી જુદિજુદિ પ્રોડ્કટો પણ બનાવે છે અને તેમાથી પણ સારી એવી‌ કમાણી કરે છે.
       મંદાકિની બહેને માત્ર 60,000 રૂ તેમના પીતા પાસેથી લઈ, ભાડે થી જગ્યા રાખી પશુપાલની શરુઆત કરી હતી.તેમણે શિક્ષિકાની નોકરી છોડી પશુપાલનક્ષેત્રે પોતાના પગલા માડ્યા. અને હાલમા તેમને એક મોટો તબેલો છે જેમા 100 કરતા પણ વધુ ગાયો છે. અને એક દિવસની 6000 શુધિની કમાણી કરે છે .
       ઇટિવી ના ઇંટરવ્યુમા મંદાકિની બહેને કહ્યુ હતુ કે તેઓ આધુનિકીકરણમા માને છે અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. તેમના મતે આધુનિક જમાનામા સમયની બચત સાથે ઝડપી કામ લેવા માટે ટેકનોલોજી નો ઉપયોગ કરવો જરૂરી છે.
       મિત્રો અંતમા હુ એટલુજ કહીશ કે સાહસ અને કઠોર પરિશ્રમથી મંજીલ તમારી સમક્ષ સામે ચાલીને આવશે. આથી જીવનમા સાહસિક અને મહેનતુ બનો. અભાર...
                                                 વારીશ ખોખર

No comments:

Post a Comment