ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Friday, 13 June 2025

દેશી ખાતર

છોડ ઊગી નીકળે ત્યારે છોડની નજીક દંતાળી ચલાવીને મરઘાની કોહવડાવેલી ચરક 90 કિલો/એકર મુજબ જમીન માં| ભેળવી દેવાથી 25% સુધીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

 વૃદ્ધિકારક

1. સંજીવક|

100 કિ.ગ્રા. ગાયનું છાણ, 100 લીટર ગૌમૂત્ર, 500 ગ્રામ ગોળને 500 લીટર ક્ષમતાવાળા (બંધ મોંઢાવાળા) ડ્રમમાં 300 લીટર

પાણી સાથે મિશ્ર કરો અને તેને 10 દિવસ સધી સડવા દો. ત્યારબાદ તેમાં 20 ગણું પાણી ઉમેરીને એક એકર જમીન પર| છંટકાવ કરવો અથવા પિયત પાણી સાથે આપવું.

2. જીવામૃત|

10કિ.ગ્રા. ગાયનું તાજું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 2 કિ.ગ્રા. ગોળ, 2 કિ.ગ્રા. કઠોળના દાણાનો લોટ, 1 કિ.ગ્રા. જંગલની જીવંત (સજીવ) માટીને 200 લીટર પાણીમાં ભેળવીને 5 થી 7 દિવસ સડવા દો. નિયમિત પણે આ મિશ્રણને દિવસમાં ઘડિયાળના કાંટાની દિશામાં બે થી ત્રણ વાર હલાવતા રહેવું. એક એકર વિસ્તારમાં પિયતના પાણી સાથે ખેતરમાં આપવું. 3. અમૃતપાણી|

10 કિ.ગ્રા. ગાયના તાજા છાણમાં 500 ગ્રામ મધ સારી પેઠે મિશ્ર કરવું. જેમાં 250 ગ્રામ દેશી ગાયનું ઘી ઉમેરવું અને વધારે| ઝડપ સાથે તેને મિશ્ર કરવું. તેમાં 200 લીટર પાણી ઉમેરવું. વાવણી પહેલાં આ મિશ્રણને એક એકર વિસ્તારમાં જમીન પર છાંટવું અથવા પિયત પાણી સાથે આપવું. એક મહિના બાદ પિયત પાણી સાથે ફરીથી પાકને અમૃતપાણી બીજી વખત આપવું.|

4. પંચગવ્ય

5 કિ.ગ્રા. ગાયનું તાજુ છાણ, 3 લીટર ગૌમૂત્ર, 2 લીટર ગાયનું દૂધ, 2 લીટર છાશ અને 1 કિ.ગ્રા. દેશી ગાયનું ઘી બરાબર મિશ્ર કરી 7 દિવસ સડવા દેવું. દિવસમાં દરરોજ બે વખત હલાવવું. આ તૈયાર થયેલ 3 લીટર પંચગવ્યમાં 100 લીટર પાણી

ઉમેરીને જમીન ઉપર છંટકાવ કરવો. 20 લીટર પંચગવ્ય એક એકર વિસ્તાર જમીનમાં પાણી સાથે આપવા માટે પર્યાપ્ત છે.

5. સમૃધ્ધ પંચગવ્ય (દશગવ્ય)|

સામગ્રી: 5 કિ.ગ્રા. ગાયનું તાજુ છાણ, 3 લીટર ગૌમૂત્ર, 2 લીટર દેશી ગાયનું દૂધ, 2 લીટર છાશ, 1 લીટર દેશી ગાયનું ઘી, ૩| લીટર શેરડીનો રસ, 500 ગ્રામ ગોળ, 3 લીટર લીલા નાળિયેરનું પાણી, 12 નંગ કેળાં (2 કિ.ગ્રા.), 2 લીટર દ્રાક્ષ / તાડીનો રસ. ગાયનું છાણ અને ઘી ને એક પાત્રમાં મિશ્ર કરીને ત્રણ દિવસ સુધી સડવા દેવું. વચ્ચે વચ્ચે મિશ્રણને હલાવતા રહેવું. ચોથા દિવસે બાકીની બધી જ સામગ્રી તેમાં ઉમેરવી અને તેને 15 દિવસ સુધી સડવા દેવું અને તેને દિવસમાં બે વખત હલાવવું આ દશગવ્ય લગભગ 18દિવસે તૈયાર થઈ જશે. 3 થી 4 લીટર દશગવ્ય 100 લીટર પાણી સાથે ભેળવીને વાપરી શકાય. 20| લીટર દશગવ્ય એક એકર વિસ્તાર માટે પૂરતું છે. દશગવ્યનો ઉપયોગ બીજા માવજત માટે પણ કરી શકાય છે. 

Sunday, 18 May 2025

કાચું છાણીયું ખાતર: પાકનું સ્વાસ્થ્ય જોખમમાં!

કાચું છાણીયું ખાતર છોડ માટે ખુલ્લો રોગનો દરવાજો છે, જેનાથી થતાં નુકસાન નીચે મુજબ છે....

 *1. મૂળિયાંને ઇજા:* કાચું ખાતર જ્યારે જમીનમાં ઉમેરાય છે, ત્યારે તે ક્ષારમય અથવા તીવ્ર કાર્બનિક અમ્લ ઉત્પન્ન કરે છે જે છોડના મૂળિયાંને બાળી શકે છે.


 *2. ઉષ્ણતા વધી શકે છે:* ખાતર પચતી વખતે જૈવિક વિઘટન પ્રક્રિયામાં તાપમાન વધે છે, જે છોડના નાજુક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.


 *3. પોષક તત્વોનું અવરોધન:* અધપચેલું ખાતર નાઈટ્રોજન જેવા મહત્વપૂર્ણ તત્વોને બંધ કરી દે છે (નાઈટ્રોજન લૉકઅપ), જેના કારણે છોડને યોગ્ય પોષણ મળતું નથી.


 *4. રોગજંતુ અને જીવાણુ સંક્રમણ:* અર્ધપચેલા ખાતરમાં હાનિકારક જીવાણુ, જીવજંતુ અને ડોર રહી શકે છે જે છોડના મૂળમાં રોગ ફેલાવી શકે છે.


 *5. દુર્ગંધ અને કીટકોનું આકર્ષણ:* કાચું ખાતર દુર્ગંધ પેદા કરે છે અને માખી-મચ્છર જેવા કીટકોને આકર્ષે છે, જે પાક માટે નુકસાનકારક છે.

 *સુઝાવ:* ખાતર સંપૂર્ણપણે કંપોસ્ટ કર્યા પછી જ જમીનમાં ઉમેરીને ઉપયોગ કરવો જોઈએ, ખાસ કરીને ફળ પાકોમાં, કારણ કે તેઓ નાજુક અને ઊંચા મૂલ્યના પાક હોય છે.

Wednesday, 18 October 2023

કૃષિજીવન બ્લોગ ફરી એક વાર...

તમામ ખેડૂત મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હવે થી આપનો મનપસંદ કૃષીજીવન બ્લોગ ફરીથી આપની સેવામાં હાજર છે. આથી દરોજ નવીન માહિતી મેળવવા આ બ્લોગની મુલાકાત લેતા રહો... 
- વારિશ ખોખર 

Sunday, 15 November 2020

*નૂતન વર્ષાભિનંદન*

✨✨✨✨✨✨✨✨

કૃષિજીવન બ્લોગના તમામ વાચકોને .... 
*નવા વરસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ*
*વિક્રમ સવંત ૨૦૭૭*
*બેસતું નવું વર્ષ આપને અને આપના પરિવાર ને શુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી બક્ષે અને આપ સફળતા ના તમામ શિખરો સર કરો એવી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ*

*-વારીશ ખોખર*

Friday, 20 March 2020

કોરોના વાયરસ વિશે જાણવા જેવું... ધ્યાન રાખવાની જરૂર શા માટે છે તે સમજો...

કોરોના વાયરસ કેસ 
ન્યુ યોર્ક 
પ્રથમ અઠવાડિયા માં – ૨ 
બીજા અઠવાડિયા માં -  ૧૦૫ 
ત્રીજા અઠવાડિયામાં – ૬૧૩ 
ફ્રાંસ 
પ્રથમ અઠવાડિયા માં – ૧૨ 
બીજા અઠવાડિયા માં -   ૧૯૧ 
ત્રીજા અઠવાડિયામાં – ૬૫૩ 
ચોથા અઠવાડિયા માં – ૪૪૯ ૯ 

ઈરાન 
પ્રથમ અઠવાડિયા માં –  ૨ 
બીજા અઠવાડિયા માં -    ૪૩ 
ત્રીજા અઠવાડિયામાં –  ૨૪૫ 
ચોથા અઠવાડિયા માં –  ૪૭૪૭ 
પાંચમાં અઠવાડિયામાં – ૧૨૭૨૯ 

ઈટાલી 
પ્રથમ અઠવાડિયા માં –  ૩  
બીજા અઠવાડિયા માં -    ૧૫૨ 
ત્રીજા અઠવાડિયામાં –  ૧૦૩૬  
ચોથા અઠવાડિયા માં –  ૬૩૬૨ 
પાંચમાં અઠવાડિયામાં – ૨૧૧૫૭ 
સ્પેન 
પ્રથમ અઠવાડિયા માં –  ૮ 
ત્રીજા  અઠવાડિયા માં -    ૬૭૪ 
ચોથા  અઠવાડિયામાં –  ૬૦૪૩ 

ભારત 
પ્રથમ અઠવાડિયા માં –  ૩ 
બીજા અઠવાડિયા માં -    ૨૪  
ત્રીજા અઠવાડિયામાં –  ૧૦૫ 

આવતા બે અઠવાડિયા ભારત માટે ખુબ જ અગત્યના છે. જો  આપણે  પૂરતા સાવચેતીના પગલા લઇશું  અને આ સાંકળ ને તોડીશું તો જ આપણે કોરોના વાયરસ ના ફેલાવાને રોકી શકીશું અન્યથા આપણા માટે બહુ મોટી સમસ્યા સર્જાશે અને ખાસ કરીને મોટી ઉમરના વૃધ્ધ નાગરિકો માટે. 
અત્યાર સુધી તો ભારતે  કોરોના વાયરસ સામે લડવા સારા પ્રયત્નો કર્યા છે. હવે આપણે ત્રીજા તબક્કા માં છીએ જેમાં વાયરસ સામાજિક સંપર્કો અને મેળાવડા થી ફેલાય છે. આ સૌથી મહત્વનો તબક્કો છે અને ગંભીર કેસ દરરોજ વધે છે જેમ ઈટાલી માં ફેબ્રુઆરી ના છેલ્લા અઠવાડિયા માં અને માર્ચ ના પ્રથમ અઠવાડિયામાં થયું હતું – ૩૦૦ થી ૧૦૦૦૦.  જો ભારત આ તબક્કો આવતા ત્રીજા અને ચોથા તબક્કા સુધી સાચવી નહિ શકે તો આપણે હજારો માં નહિ પણ લાખો માં આવા ગંભીર કેસ હશે. અ એક મહિનો અગત્યનો છે. જેથી મોટા કાર્યક્રમો અને જાહેર મેળાવડાઓ ૧૫ મી એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યા છે. 
શાળાઓ બંધ છે એટલે બહાર પ્રવાસ કરવાનો અને બહાર ફરવા જવાનો આનંદ મળવાનું ટાળ્યે.  રજાઓ તો આવતા વર્ષે પણ આવશે તો શા માટે કોરોના હળવાશથી લઈ ને આપણા બાળકોના ભવિષ્યને ખતરામાં મુકીએ. લગ્ન પ્રસંગો અને જન્મદિન ની  પાર્ટી તો પછી પણ આવશે. બિન જરૂરી જોખમ ના લઈ એ અને એવા વહેમ માં ના રહીએ કે મને કઈ થવાનું નથી.  આવતા ૩૦ દિવસ ભારત ના મેડીકલ ઈતિહાસ માં અગત્યના રહેશે. આથી ઘરે તેમજ અગત્યના કામ અર્થે બહાર જઈએ ત્યારે તમામ સાવચેતીના પગલા લઈએ. સાવચેતીથી ગભરાવાની જરૂર નથી. 
ચાલો  આપણે જરૂરી સાવચેતીના પગલા લઈને અને બીજાને પણ જાગૃત કરીને આવતા એક મહિના સુધી જવાબદાર અને  સતર્ક નાગરિક બનીએ   
#કોરોનાવાયરસ
મિત્રો આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરજો